અમદાવાદ ગ્રામ્ય S.P ઓમ પ્રકાશ જાટ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કેસ ને લઈને SIT બનાવી,2 DYSP સહિત નાં અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરશે
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય S.P ઓમ પ્રકાશ જાટે માહિતી આપતા જણાવ્યું હતું કે સાઉથ બોપલમાં પ્રિવિલોન સ્કિમમાં પ્રી બુકિંગનાં નામે કરોડોનું કૌભાંડનો મામલામાં 35 કરોડ થી વધારે રૂપિયા લોકો પાસેથી પ્રિ બુકિંગનાં નામે લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.બોપલ પોલીસે મુખ્ય આરોપી જયદીપ કોટકની ધરપકડ કરી છે.જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી.અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કેસ ને લઈને SIT બનાવી.2 DYSP સહિત નાં અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરશે.અશોક ડાહ્યા ભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપરનાં નામે જમીન હોવાનું સામે આવ્યું છે.હિરેન કારીયા વિરુદ્ધ અગાઉ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ થયેલ છે.સમગ્ર છેતરપિંડી મામલે 138 લોકોની અરજીઓ મળેલ છે સમગ્ર મામલે પોલીસે કડક હાથે તપાસ કરશે.
સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. જેના પ્રી-બુકિંગ પેટે 200થી વધુ લોકોએ રૂ.15 લાખ સુધીની રકમ ભરી બુકિંગ કરાવ્યું હતું. પ્રી-બુકિંગ બાદ બિલ્ડરને જમીનના માલિક સાથે કોઈ સમસ્યા થતાં સ્કીમ પડતી મૂકી હતી. એડવાન્સ બુકિંગ કરાવનારા લોકો પૈસા લેવા પહોંચ્યા તો બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહ્યું હતું. ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, 200થી વધુ લોકો પાસેથી 40 કરોડથી વધુ ઉઘરાવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.