દારૂના કટિંગ સમયે રેડ પડતાં પથ્થરમારો, વડોદરાના દરજીપુરામાં SMCની ટીમ પર હુમલો, 22 લાખના દારૂ સાથે 3 બૂટલેગર ઝડપાયા, 8 ફરાર થયા

Spread the love

વડોદરા

વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થતાં PIએ બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો બૂટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCનાં વાહનો અને કેટલાક કર્મીઓને ઇજા થઈ હોવાની માહિતી મળી હતી. આ ઘટનામાં SMCના PIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે SMCએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 8 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આ મામલે આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે. SMC પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી. ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બૂટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતાં વહેલી સવારે 4.00થી 5.00 વાગ્યા વચ્ચે SMCની ટીમે સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બૂટલેગરોએ સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર પથ્થરમારો કરતાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે બૂટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિતના આઠ શખસ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બૂટલેગરની ધરપકડ કરી છે, સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજિત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિત અન્ય આઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.

પોલીસે ઝડપેલા આરોપી
ફિરોઝ યાકૂબ દિવાન (રહે. આજવા રોડ, વડોદરા)
અલ્તાફહુસૈન યાકુબહુસૈન દિવાન (રહે. યાકૂતપુરા, વડોદરા)
રતનસિંગ જબ્બરસિંગ સોઢા (રહે. એકતાનગર, આજવા, વડોદરા)

8 આરોપી ફરાર
ઝુબેર સફીક મેમણ (મુખ્ય આરોપી, રહે. વાડી, વડોદરા શહેર)
ઝુબેરની જાડિયો વ્યક્તિ.
ઈનોવા ક્રિસ્ટાનો ડ્રાઈવર.
ઝુબેરના પાંચ મજૂર.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com