બધાંએ પોતાના વિચારો રાખ્યા જે વનવિભાગ અધિકારીઓને સૂચનો ગમ્યા
અમદાવાદ
આજ રોજ અમદાવાદ ખાતે સામાજિક વનીકરણ વિભાગ થલતેજ ખાતે કરુણા અભિયાન અંતર્ગત મીટીંગ બોલાવવામાં આવી હતી. અમદાવાદ ડી.સી.એફ વનવિભાગના અલગ અલગ રેન્જના ૪ આર.એફ.ઓ , પશુપાલન નિયામક , કરુણા એમ્બ્યુલન્સ (GVK) નાં કર્મચારીઓ, અમદાવાદ જીલ્લાની સ્થાનિક સંસ્થાઓ, (SAWA) સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશનના સભ્યો કરુણા અભિયાન ૨૦૨૫ ની ચર્ચા કરવામાં આવી હતી. બધાંએ પોતાના વિચારો રાખ્યા હતાં તેમાં વનવિભાગ અધિકારીઓને સૂચનો ગમ્યા હતા. વનવિભાગ અધિકારીઓ દ્વારા વિચારો એન.જી.ઓના મુકેશ ભાટી, જંખના શાહ, મહેશ પટેલ, અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ધોળકા, સાણંદ, બાવળામાંથી હેત ધારા એન.જી.ઓ ના પ્રફુલ મહેતા,અમદાવાદ સીટીની બંધી બાંધી એન.જી.ઓ એ રજુઆત કરી અશોકભાઈ સક્પાલ, રાજેશ વાસ્તાવ (પાપુ ભાઈ ) સરકારી સધાનો ઇમર્જન્સીમાં જરૂર પડે એવા ડિપાર્ટમેન્ટ પોલીસ, ટોરન્ટ પાવર, તેમજ આપાતકાલીનના ફોન નંબર ગ્રુપ માં આપવા પર અમલીકરણ કરવાનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.