બા, દાદા, દાદી એ સંસ્કારો, વ્હાલની યુનિવર્સિટી

Spread the love

ગાંધીનગર

મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલુ હોય ભલે રાષ્ટ્રપતિ પીએમ કે પછી સી.એમ હોય પણ દીકરાના દીકરા અને દીકરીઓને વ્હાલ અને લાડકા એવા લાડ દાદા-દાદી, દાદા જ લડાવે, ત્યારે કોમન મેન એવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે સેક્ટર ૨૪ ખાતે દીકરાના દીકરાને પતંગ દોરી અપાવી રહ્યા છે, આ લ્હાવો કાંઈક અનેરો જ છે, દીકરાને જ્યાં લાડ મળતા હોય ત્યાં જાય, ત્યારે દાદાને કહે પણ ખરા કે દાદા કીનય બાંધી આપો, પતંગ ચડતો નથી ચઢાવી આપો. ભલે દાદા થાકી જાય પણ બાજ સામે દાદા થાકતા નથી ત્યારે દાદાએ જ્યાંથી ખરીદી કરી તે કોઈ મોટી દુકાનદાર પાસેથી નહીં, પણ રોડ રસ્તા ઉપર નાનો લારી ગલ્લો અને ખુલ્લામાં વેચતા લોકો પાસેથી ખરીદી કરી, ત્યારે શ્રમજીવીને તો વર્ષના છેલ્લા દહાડે ભગવાન મળ્યા કે લોટરી લાગી જેવો ઘાટ સર્જાયો અને દાદાને પણ ખબર છે કે આ લોકો દેશની ઇંકોનોમી જે ચલાવે છે, તે આ લોકોને આભારી છે, રોજનું લાવવું, રોજ કમાવું રોજ ખાવું એટલે તમામ નાના-મોટા વેપારીથી લઈને તમામની ગાડી અને રોજગારી ચાલે, ત્યારે દાદાએ ભાવ પણ ન કરાવ્યો અને જે કીધા તે પૈસા આપી દીધા, આ પણ એક સેવા જ છે લઈ લઈને વધારે પાંચથી દસ રૂપિયા લઈ જશે, મંદિરમાં નહીં નાખો તો. ચાલશે પણ રોડ, રસ્તા પર ધંધો કરનારા શ્રમજીવીને એવું તો થશે અને ઘરે કહેશે કે આજે ગરાગી સારી હતી એક કાકા ખરીદી કરવા આવ્યા અને ભાવ તાલ જ ના કરાવ્યો, જે કીધા એ પૈસા આપી દીધા, આ પણ એક સેવા જ છે, બાકી ગુજરાતના જમાદાર દાદા કહેવાય, દાદાથી અનેક લોકો ફફડે, પણ દાદા દીકરાના દીકરા સામે ચુપ ભેસી જાય અને દાદા ને માથે થોડો પણ કરીને તેની પર બેસી જાય, પણ દાદા એક જરા સરખો અવાજ પણ ન કાઢે, ત્યારે મા બાપ દાદા, દાદી આ એક સંસ્કારના સિચનની યુનિવર્સિટી છે. ગૃહ મંત્રીએ કીધું હતું કે સંસ્કારનું સિંચન એટલે દાદા દાદી ત્યારે મુખ્યમંત્રીના હોદા ઉપર હોવા છતાં કૌમનમેન અને પોતે પતંગ ખરીદી રહ્યા છે, હમણાં દાદા ૪ ૧૮ ખાતે રોજબરોજ ધાડ પાડે છે, હમણાં એસ.ટી નિગમ પછી પતંગ વાળાને ત્યાં હવે આજે ક્યાં રાઉન્ડ લેવાના છે તે તંત્ર અને દાદા જાલે, બાકી દીકરાના દીકરા સાથે ગમ્મત, રમત, લાડ આ બધું જે મજા લેવાની છે, તે લેવી જ જોઈએ, બાકી દીકરા ક્યારે મોટા થઈ જાય, તે ખ્યાલ જ ન આવે બાકી દાદા કોઈ કામ ન કરે તો દીકરાના દીકરા એવા મૂડી કરતાં વ્હાલુ વ્યાજ ને કહો તો કામ થઈ જાય, પણ વ્યાજનો છેડો ગોતવો પડે અહીંયા દાદા ઝૂકી જાય ત્યારે કોમન મેન એવા આપણા મુખ્યમંત્રીને સત સત વંદન… અને આજની પેઢી માટે અને જે ઘરડાઓ છે તે સંસ્કારોનું મોટું ઓક્સિજન પાર્ક કહેવાય ત્યારે શાળા, કોલેજો, ભણતર કે ગમે તેટલા ચોપડાના થોથા ભણો પણ જ્ઞાન સાથે ગમ્મત અને વ્હાલનો દરીયો અહીંયા દાદા, દાદી બાપા પાસે જ મળશે, દીકરાના દીકરાને રમાડવા એનર્જી શરીરમાં ના હોય તો પણ આવી જાય, ત્યારે આ પણ એક મજા છે, અને ગમે તે દીકરાને દાદા દાદી માથે હાથ ફેરવે એટલે અનેક ટેન્શન દૂર થઈ જાય, આ પણ કુદરતની એક આશીર્વાદ રૂપી તાકાત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *