ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે. ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહ્ત્વની બેઠક મળશે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકને લઈને મંથન કરવામાં આવશે. મંડળ પ્રમુખોની નિમણુંકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે. ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ પહેલા પણ બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી. સાથે જ પાર્ટીનો સભ્ય હોય અને કામ કરતા હોય તેને પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના અપાઈ.