અમદાવાદ
અમદાવાદ એસ્ટ્રલ લીમીટેડ કંપની PVC, UPVC પાઈપ તેમજ ફિટીંગ્સ જેવા કે એલ્બા, ટી, બ્રાસ એલ્બા, બ્રાસ ટી, પાઇપ વિગેરે વસ્તુઓ બનાવી વેચાણ કરતી હોય જે કંપનીના માર્કાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ફલોએકસ પ્રા.લી. નામની કંપનીએ ડુપ્લીકેટ PVC, UPVC ફિટીંગ્સ બનાવી બજારમાં વેચાણ કરતા હોવાની જાહેરાત એસ્ટ્રેલ કંપનીના લીગલ મેનેજરે કરતા તેને સાથે રાખી લોએકસ કંપનીનુ કામ સંભાળનાર નવિન અશોકકુમાર વૈષ્ણવના ઘરે રેઈડ કરી મોલ્ડ(ડાઈ) નંગ-૨ ની કુલ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦ તથા એલ્બા નંગ-૭ કિ.રૂ.૧૭૫ તથા ટી નંગ-૩ કિ.રૂ-૧૨૦ તથા બ્રાસ એલ્બો નંગ-૧ કિ.રૂ- ૭૫ તથા બ્રાસ ટી નંગ- ૧ કિ.રૂ-૧૦૦ ના મળી કુલ રૂપિયા ૧,૮૦,૪૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ડી.સી.બી.પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ ર નં ૧૧૧૯૧૦૧૧૨૫૦૦૦૧/ ૨૦૨૫ ધી કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ-૫૧,૬૩,૬૪ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીઓ : નવિન અશોકકુમાર વૈષ્ણવ નવા નરોડા, રાજેશ ઉર્ફે રાજુ એસ.પી રીંગરોડ અમદાવાદ