આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે : વડાપ્રધાન
પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી પણ વધુ લોકોએ ફલાવર-શો નિહાળ્યો,
મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રૂપિયા 10 લાખથી પણ વધુ આવક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક X પર પોસ્ટ શેર કરી હતી. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે.તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.”
અમદાવાદમાં શુક્રવારે સવારે ફલાવરશો-2025નો આરંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓમાં આકર્ષણ જોવા મળ્યુ છે.પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી પણ વધુ લોકોએ ફલાવર-શો નિહાળ્યો છે.ફલાવરશોના પહેલા દિવસે પહોંચેલા મુલાકાતીઓ મુકવામા આવેલા અનેકવિધ આકર્ષણો જોઈ આનંદ અનુભવતા હતા. મુલાકાતીઓએ તેમના અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં ત્રણ ભાષામાં આપ્યા હતા. મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રૂપિયા 10 લાખથી પણ વધુ આવક થવા પામી હતી.