સુરત
ગુજરાત ટાઇટન્સે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે સુરતમાં તાલીમ શિબિર સાથે તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.અનુજ રાવત, ઇશાંત શર્મા, જયંત યાદવ, કુમાર કુશાગ્ર, મહિપાલ લોમરોર અને અરશદ ખાન જેવા ખેલાડીઓ કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે કેમ્પમાં ટીમમાં જોડાયા છે.
2022ના ચેમ્પિયનોએ ગયા વર્ષે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા હરાજીમાં 25 સભ્યોની મજબૂત ટીમ બનાવી હતી, જેમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડા, ઇંગ્લેન્ડના જોસ બટલર, ભારતના અગ્રણી ઝડપી બોલરોમાંના એક મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સહિતના ટોચના ખેલાડીઓનો સમાવેશ થાય છે.શુબમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુધરસન, રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાન ગુજરાત ટાઇટન્સના રીટેન ખેલાડીઓ હતા.