જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે સંકિત ગ્રુપ દ્વારા આયોજિત શેત્રુંજય તીર્થ યાત્રામાં જે શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ ઉપવાસ સાથે સાત વાર શેત્રુંજય યાત્રા કરી છે એવા શ્રદ્ધાળુઓને મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખભો આપી યાત્રા સુખરૂપ બનાવી હતી. તેમણે સેવા કાર્યમાં જોડાઈને શ્રદ્ધાળુઓની આદરભાવ પૂર્વક સેવા પણ કરી હતી.
મંત્રીશ્રીએ શેત્રુંજયની મુલાકાત વેળાએ વિવિધ જૈન દેરાસરોમાં દર્શન કરી ગુરુ ભગવંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા.