સુરતના DCP રાજદિપ નકુમને મોટો ઝટકો લાગ્યો છે. DCP રાજદિપ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા બોટાદ કોર્ટે આદેશ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે બોટાદમાં 2020માં જુગારના કેસમાં બે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ બોટાદ જિલ્લા કોર્ટે DCP સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. જાણો શું છે ઘટના? જે વિષે જણાવીએ, 2020ના જુગારના કેસમાં બે આરોપીઓને માર મારવાના કેસમાં ગુનો નોંધવા સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદીએ બોટાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે કોર્ટે તત્કાલીન બોટાદના પૂર્વ DYSP અને અત્યારે સુરત DCP રાજદિપસિંહ નકુમ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે.