ચોટીલા
ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળીયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી બા સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો. અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નકકી થયું. જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા.