સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને આજે તારીખો જાહેર થશે. આજે સાંજે સાડા ચારની આસપાસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસકોન્ફરન્સમાં ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ તારીખ સાથે જાહેર કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, 69 પાલિકા અને 1 મનપાની ચૂંટણી યોજાશે. અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ,મહિસાગરની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ,પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુર, મહેસાણાની ખેરાલુ, વડનગર, બનાસકાંઠાની ધાનેરા, વડોદરાની કરજણ, છોટાઉદેપુર, દાહોદની ઝાલોદ અને દેવગઢ બારિયા,પંચમહાલની કાલોલ, હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, જામનગરની જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા, ભાણવડ પાલિકાની યોજાશે. ઉપરાંત જૂનાગઢની બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી પાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાશે. જૂનાગઢની માંગરોળ, ચોરવાડ, ગીર સોમનાથના કોડીનાર, કચ્છની રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. અમરેલીની લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી જાહેર થશે. ભાવનગરની સિહોર, ગારિયાધાર, તળાજા પાલિકાની ચૂંટણી યોજાશે. તદપરાંત રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, ઉપલેટા, ધોરાજી પાલિકાની પણ ચૂંટણી યોજાશે. મોરબીની હળવદ પાલિકાની પણ ચૂંટણી યોજાશે, પોરબંદરની કુતિયાણા, રાણાવાવ પાલિકા ઉપરાંત બોટાદ, મોરબીની વાંકાનેર પાલિકાની પેટાચૂંટણી યોજાશે, કુલ 69 પાલિકા અને 1 મહાનગર પાલિકની ચૂંટણીની ટાઇમ ટેબલ આજે જાહેર થશે.