ખેડા
ખેડામાં મોટી લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ખેડાના વડાલા પાટીયા પાસે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. કારમાં આવેલા શખ્સો દ્વારા હાઈવે પર લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે. મળતી માહિતી પ્રમાણે, આજે મંગળવારે ખેડાના વડાલા પાટીયા પાસે લૂંટારુંઓ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ધોળા દિવસે હાઈવે પર કારમાં આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. પ્રથામિક માહિતી પ્રમાણે, આ ઘટનામાં મોટી રકમની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અનાજના વેપારી પાસેથી લગભગ 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ગુનેગારો ફરાર થઈ ગયા છે. અનાજ કરિયાણાના વેપારી નડીયાદ એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખ્સો 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસ લૂંટારુંઓનું પગેરું શોધવા તપાસમાં જોતરાઈ છે.