આર.સી.સી. બોક્ષ’ અને ‘ડ્રેનેજ લાઈન’નું ખાતમુહૂર્ત આચાર્ય તેજશભાઈ મહેતા અને જતિનભાઈ મહેતાના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યુ
અમદાવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અમિતભાઈ શાહ વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અર્થે અમદાવાદની મુલાકાતે છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રાણીપ વોર્ડમાં અંદાજે રૂ.146.32 કરોડના ખર્ચે ‘આર.સી.સી. બોક્ષ’ અને ‘ડ્રેનેજ લાઈન’નું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત આચાર્ય તેજશભાઈ મહેતા અને જતિનભાઈ મહેતાના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યુ હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્રિમ ઝોનના રાણીપ વોર્ડમાં પ્રબોધ રાવલ બ્રિજથી કાળી ગરનાળા સુધી હયાત ચંદ્રભાગ નાળાના અંદાજે રૂ.146.32 કરોડના ખર્ચે કરવામાં આવનાર રીમોલ્ડિંગ અંતર્ગત ‘આર.સી.સી. બોક્ષ’ અને 1200 એમ.એમ. વ્યાસની નવી નાખવામાં આવનાર ‘ડ્રેનેજ લાઈન’નું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, મ્યુનિ. સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.



