સુપ્રીમ કોર્ટે લગ્નેત્તર સંબંધો અને તેનાથી જન્મેલા બાળકો અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો

Spread the love

પ્રેમીથી જન્મેલા બાળકનો કાયદેસર પિતા કોણ - તે સ્ત્રીનો પતિ કે પ્રેમી ? સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

 

પ્રેમીથી જન્મેલા બાળકનો કાયદેસર પિતા કોણ – તે સ્ત્રીનો પતિ કે પ્રેમી ? સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

નવીદિલ્હી/કેરળ

ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે લગ્નેત્તર સંબંધો અને તેનાથી જન્મેલા બાળકો અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જો કોઈ પરિણીત સ્ત્રી અન્ય પુરુષથી બાળકને જન્મ આપે છે, તો બાળકનો કાયદેસર પિતા કોણ – તે સ્ત્રીનો પતિ કે પ્રેમી ?

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જો કોઈ પરણિત સ્ત્રીને બીજા પુરુષ સાથે સંબંધ હોય અને જો આ સ્ત્રી તે પુરુષના બાળકની માતા બને તો પણ આ બાળકનો કાયદેસર પિતા તે સ્ત્રીનો પતિ હશે. આ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેમની વચ્ચે શારીરિક સંબંધ હોય. લગ્નેત્તર સંબંધનો આ મામલો કેરળ રાજ્યનો છે. પરિણીત મહિલાનું બીજા પુરુષ સાથે અફેર હતું અને તે તેના બાળકની માતા બની બાદમાં મહિલાએ છૂટાછેડા લીધા અને બાળકની અટક બદલવા માટે કોચીન નગરપાલિકામાં અરજી કરી. નગરપાલિકાએ કોર્ટના આદેશ વિના અટક બદલવાનો ઇનકાર કર્યો હતો. મહિલાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તે જ પુરુષ તેના બાળકનો સાચો પિતા હતો, પરંતુ પુરુષે તેનો ઇનકાર કર્યો હતો. મહિલાએ પુરુષ પાસેથી પોતાના અને પોતાના બાળક માટે ભરણપોષણની માંગણી કરી કેરળ કોર્ટે તે વ્યક્તિને ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો. આ વ્યક્તિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. ન્યાયાધીશ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુઇયાની બેન્ચે જણાવ્યું હતું કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 112 હેઠળ, જો પત્ની લગ્ન દરમિયાન કોઈ બીજાના બાળકની માતા બને તો પણ પતિ બાળકનો કાયદેસર પિતા રહેશે. આ કલમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકના જન્મ અંગે કોઈ બિનજરૂરી તપાસ ન થાય. જો કોઈ પુરુષ ગેરકાયદેસરતાનો દાવો કરે છે, તો તેણે તે સાબિત કરવા માટે સ્ત્રીથી દૂર રહેવાનો પુરાવો આપવો પડશે. સુપ્રીમ કોર્ટે ‘સંપર્કમાં ન રહેવા’ની પણ વ્યાખ્યા આપી છે. સંપર્ક ના રહેવાનો અર્થ એ છે કે પતિ-પત્ની વચ્ચે શારિરીક સંબંધ ના હોવો જોઈએ. કોઈ પુરુષ પિતૃત્વને ત્યારે જ પડકારી શકે છે જો તે સાબિત કરે કે તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોઈ શક્યતા નહોતી. પિતૃત્વ સાબિત કરવા માટે કોઈ વ્યક્તિને ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પાડી શકાતી નથી. કોર્ટે તે વ્યક્તિની અપીલ સ્વીકારી અને ડીએનએ ટેસ્ટનો આદેશ રદ કર્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *