બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલની વ્યવસ્થા તાકીદે ગોઠવવા,મ્યુ.ચીફ ઓડિટર દ્વારા વાધાંનો સમયસર નિકાલ કરવા જે કોઈ કસુરવાર હોય તેની સામે કડક કાર્યવાહીની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સને ૨૦૨૩-૨૪ના વર્ષનો ઓડીટ અહેવાલ તા.૧૬-૦૧-૨૫ના રોજ મળેલ સ્ટે.કમિટી સમક્ષ મંજુરી અર્થે મૂકવામાં આવ્યો હતો તેમાં તા.૦૧-૪-૨૩ થી તા.૩૧-૩-૨૪ સુધીમાં ૭૫૦૮ વાંધાઓ કાઢવામાં આવેલ તે પૈકી માત્ર ૫૧૨ વાંધાનો નિકાલ કરવામાં આવ્યો છે. તા.૩૧-૦૫-૨૪ સુધીમાં અમદાવાદ મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના હાલ કુલ ૬૯૯૬ જેટલાં વાંધાનો નિકાલ બાકી છે. ત્યારે ઓડીટ ડીર્પા દ્વારા વાંધાઓના નિકાલ તાકીદે થાય તે માટે કોઈ કાર્યવાહી કરેલ નથી જે નિરાશા જનક બાબત છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં અને પ્રોજેક્ટોમાં વ્યાપક પ્રમાણમાં ભષ્ટ્રાચાર ચાલે છે તે ઓડીટ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે ! સત્તાધારી ભાજપ કરોડો રૂા.નુ બજેટ મંજુર કરે છે પરંતુ તેનો સમયસર હિસાબ આપવામાં સત્તાધારી ભાજપ નિષ્ફળ છે.
દર વર્ષે નિયમાનુસાર અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના મ્યુ.ચીફ ઓડિટર દ્વારા સને ૨૦૨૩-૨૪નો અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો ૩૦૭ પેજનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ થયેલ છે. તેનાં દરેક પેજ પર થયેલ ગંભીર ગેરરીતી,અભ્ય અનિયમિતા, નાણાંકિય ગોટાળા ભષ્ટ્રાચાર ઉજાગર થાય છે ! મુખ્યત્વે ઉત્તર ઝોન ટેક્ષના ૯૯૭ વાંધા કાઢવામાં આવ્યા માત્ર ૨ વાંધાનો નિકાલ કરેલ છે અને ૯૯૫ વાંધાનો નિકાલ બાકી છે તેવી જ રીતે, ઈજનેર મધ્યઝોનના ૮૯૦ વાંધા પૈકી એકપણ વાંધાનો નિકાલ કરેલ નથી, તમામ ૮૯૦ વાંધાનો નિકાલ બાકી છે ઈજનેર પશ્ચિમ ઝોનના ૫૬૬ વાંધા કાઢવામાં આવ્યા માત્ર ૨ વાંધાનો નિકાલ કરેલ છે. ઈજનેર ઉત્તર ઝોનના ૪૦૨ વાંધા પૈકી ૪ વાંધાનો નિકાલ કરેલ ૩૯૬ વાંધાનો નિકાલ બાકી ઈજનેર દક્ષિણ ઝોનના ૫૦૬ વાંધા પૈકી ૭૯ વાંધાનો નિકાલ કરેલ ૪૨૭ વાંધાનો નિકાલ બાકી ૪૨૭, ઈજનેર પૂર્વ ઝોનના ૩૮૬ વાંધા પૈકી ૫૩ વાંધાનો નિકાલ કરેલ ૩૩૩ વાંધાનો નિકાલ બાકી હેલ્થ મધ્યઝોનના એક પણ વંધાનો નિકાલ કરેલ નથી તમામ ૪૫૭ વાધાં નો નિકાલ બાકી છે .
મ્યુ.કોર્પોના ઓડીટ વાંધાનો સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂા,ની રીકવરી થઇ શકે છે. ઓડીટ ખાતું જે વાંધા કાઢે છે તેનો નિકાલ સમયસર નહી થતાં જેને કારણે મ્યુ.કોર્પોને કરોડો રૂા.ની આવક ગુમાવવી પડે છે.
મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના કામો બાબતે ઓડીટ ખાતા દ્વારા જે વાંધા કાઢવામાં આવે છે તે વાંધાનો નિકાલ કરવા સમયમર્યાદા નિયત કરવી જોઈએ અને તેનો દરેક ખાતા દ્વારા ચોક્કસ અમલ થવો જોઇએ તેમજ હાલ બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવા મ્યુ.ચીફ ઓડિટર દ્વારા કાઢવામાં આવેલ વાધાંનો સમયસર નિકાલ કરવા બાબતે જે કોઈ કસુરવાર હોય તેની સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.
શેહઝાદ ખાન પઠાણ