અમદાવાદ
ગુજરાતમાં મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં 300 કરોડ ના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તેમજ 3 કરોડની રોકડ અને 2 કરોડનું સોનું પણ કબજે કર્યું છે. આજે બીજા દિવસે પણ 15 સ્થળે તપાસ ચાલુ રાખવમાં આવી છે. તપાસમાં હજુ પણ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ દેવ ગ્રુપની અમદાવાદ સહિત જામનગર, માળિયા,મોરબી સહિતનાં 15 સ્થળો પર રાજકોટ અમદાવાદ અને સુરતના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તેમજ માળિયામાં આવેલ દેવ મીઠાની ફેક્ટરી તેમજ જામનગરમાં દેવ સોલ્ટ પર પણ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ દેવ ગ્રુપ ઓફ કંપનીની ઓફીસ તેમજ તેમના ઘરે ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી આ મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલ દેવ ગ્રુપ આ સિવાય મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે.એન્ટરપ્રાઈઝ તેમજ અરહિત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટનાં ધંધા સાથે સંકળાયેલા છે.
ઇન્કમટેક્ષ દ્વારા દેવ ગ્રુપના હિરેન ઝાલા, દેવેન્દ્ર ઝાલા, વિમલ કિર્તીભાઈ કામદાર, વિવેક સોમાણી તેમજ રૂપલ કિરણ વ્યાસને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 300 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. ઇન્કમટેક્ષ વિભાગે પાંચ લોકર સીલ કર્યા છે તેમજ 3 કરોડની રોકડ અને 2 કરોડનું સોનું પણ કબજે કરવમાં આવ્યું છે. આજે બીજા દિવસે પણ 15 સ્થળે તપાસ ચાલુ રાખવમાં આવી છે. તપાસમાં હજુ પણ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટ ઉપરાંત અમદવાદ અને સુરત આવકવેરા વિભાગની ટીમ તપાસ ચલાવી રહી છે.