ગાંધીનગર
દેશમાં અનેક પ્રકારના સોશિયલ મીડિયામાં રમુજ સેલો આવતા હોય છે ત્યારે હવે તો વાંઢાઓ એ છોકરીઓ ગોતવા નહીં જવું પડે વહુ શોધીને આપ્યા બાદ કંકોત્રી લગ્ન કરાવનાર બ્રાહ્મણની દક્ષિણા પાર્ટી પ્લોટ મંડપ ડેકોરેશન લાઈટ ડેકોરેશન કાર્ડ ડેકોરેશન બગી ડીજે બેન્ડવાજા લાઈવ રાસ ગરબા ફોટોગ્રાફી વિડિયોગ્રાફી થી લઈને તમામ ખર્ચ સાથે ૫,૫૫, ૫૫૫નું પેકેજ લગ્ન ધમાકા નું નીકળ્યું છોકરી શોધી આપવાથી લઈને લગ્ન કરાવવા સુધીનો મહા સેલ સાડા પાંચ લાખ રૂપિયામાં હવે ગુજરાતની એક મેરેજ બ્યુરો દ્વારા બહાર પાડયું છે ત્યારે ભોજનમાં ૨૦૦ વ્યક્તિઓ સાથેનું ભોજન પણ ખરું
સોશિયલ મીડિયામાં હવે રોજબરોજ નવું આવતું જાય છે જેમ પ્રાઇવેટ શાળામાં બધું મેનુ અહીંથી મળી રહે તેમ હવે મેરેજ બ્યુરો વાળાઓએ મંડપ ડેકોરેશન ડીજે રસોઈયા ઉપર કબજો કરી લીધો હોય તેમ વહુ પણ વાંઢાઓને ગોતી આપે તેવી સ્કીમો ચાલુ થતા વાંઢાઓની લાઈનો લાગશે, રાજ્યમાં અત્યારે વાંઢાઓની સંખ્યા વધી રહી છે એવું નથી કે પુરુષોની વાંઢાઓની સંખ્યા વધી છે સ્ત્રીઓની સંખ્યા પણ મોટા સપનાના કારણે વધી રહી
છે, બાકી લૂંટેરી દુલ્હનો પણ વધી છે,