હિન્દુ યુવક બે મુસ્લિમ પત્નીઓને લઈને મહાકુંભમાં આવ્યો, તેમને જોવા લોકોની ભીડ જામી

Spread the love

પ્રયાગરાજ,

મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હિન્દુ યુવક બે મુસ્લિમ મહિલાઓ સાથે સંગમમાં તાાન કરવા પહોંચ્યો હતો. આ હિન્દુ યુવકનો દાવો છે કે બંને મુસ્લિમ મહિલાઓ તેની પત્ની છે. તો વળી લોકોએ જ્યારે બંને મહિલાઓ વિશે પૂછપરછ કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે, “તે બંને મુસ્લિમ છે અને જેની સાથે તેમણે લગ્ન કર્યા છે, તે યુવક હિન્દુ છે.” આ બંને એવું પણ કહયું કે, હિન્દુ ધર્મમાં લગ્ન કરીને તેઓ ખૂબ ખુશ છે. બંને દેખાવે પણ સુંદર લાગી રહી છે, જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ કપલ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પ્રયાગરાજમાં તેઓ મહાકુંભમાં તાાન કરવા પહોંચ્યા. જે બાદ ચારે તરફ તેમની જ ચર્ચા થવા લાગી અને લોકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ વાયરલ કરવા લાગ્યા.

આ અનોખા કપલ્સનો ઈન્ટરવ્યૂ લેવા માટે યૂટયૂબર્સની પણ લાઈનો લાગી ગઈ. આમ તો પહેલા પણ ઘણી વાર સાંભળ્યું હશે એક પતિ અને બે પત્નીઓ… પણ એક હિન્દુ યુવક અને બે મુસ્લિમ પત્નીઓ, આવો નજારો તો ભાગ્યે જ જોવા મળ્યો હશે. એ પણ મહાકુંભમાં. આ કપલ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. કુંભમાં આવેલ વાયરલ કપલમાં યુવકનું નામ તરુણ છે અને બંને મહિલાઓમાંથી એકનું નામ સનમ અને બીજીનું નામ ફિઝા છે. તરુણ જણાવે છે કે, “હું હિન્દુ છું અને આ બંને મુસ્લિમ છે. તેમાં સનમ મારી પહેલી પત્ની છે, બીજી ફિઝા બીજી પત્ની છે.” તો વળી બંને મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું કે, “મેં પહેલા સાંભળ્યું હતું કે, મુસ્લિમોને આવવા પર પ્રતિબંધ છે, પણ જ્યારે મેં સાંભળ્યું હવે બધું ઠીક છે અને કેટલાય મુસ્લિમ લોકો આવી રહ્યા છે, તો પછી પતિ સાથે અમે પણ સંગમમાં તાાન કરવા માટે આવ્યા.” તો વળી મુસ્લિમ મહિલાઓ જોર જોરથી ચિસો પાડીને ગંગા મૈયાના નામના જયકારા પણ કરી રહી હતી. આ જોઈ સૌ લોકો ખુશ થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે, આ બંને મહિલાઓ અને તેનો પતિ લખીમપુર ખીરીના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *