પ્રયાગરાજ,
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે ત્રિવેણી સંગમમાં પહોંચી રહ્યા છે. મહાકુંભમેળામાં લોકો દરરોજ સ્નાન કરવા આવે છે પરંતુ કેટલાક ખાસ દિવસ એવા હોય છે જ્યારે શાહી સ્નાનની પરંપરા હોય છે. આ દિવસે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી ઘણું પુણ્ય મળે છે એમ કહેવાય છે, તેથી આ દિવસે ભક્તોની ભારે ભીડ એકઠી થાય છે. કુંભના વસંત પંચમી સહિતના ત્રણ શાહી તાાન અત્યાર સુધીમાં થઈ ચૂકયા છે તો હવે આપણે જાણીએ કે હજુ કેટલાક શાહી તાાન બાકી છે. વસંત પંચમી બાદ માઘ પૂર્ણિમા પર થશે હિંદુ ધર્મમાં પૂર્ણિમાનો ઘણું મહત્વ હોય છે કારણ કે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે સંગમમાં તાાન કરવાથી મોક્ષ મળે છે અને બધા પાપોનો નાશ થાય છે. જો કે, તમે ભીડ થી બચવા માંગતા હો તો આ દિવસ પહેલા કે પછી પણ તાાન કરી શકો છો. મહાકુંભ ૨૦૨૫નું છેલ્લું શાહી તાાન મહાશિવરાત્રીના દિવસે થશે. આ દિવસે શિવ ભક્તો માટે ખાસ છે. આ દિવસે સંગમમાં તાાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. આ જન્મના અને ગયા જન્મના પણ બધા પાપ ધોવાઈ જાય છે. કુંભમાં ભારે ભીડ રહેતી હોય છે તેથી તમે જો ભીડથી બચવા માંગતા હો તો અગાઉથી તાાન કરી લેવું વધુ સારું રહેશે. શાષા અનુસાર મહાકુંભ દરમિયાન અમળત તાાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને આ તાાન પૂર્વજોના આત્માને પણ શાંતિ આપે છે અને પિતળદોષને પણ દૂર કરે છે. મહાકુંભ દરમિયાન કોઈપણ દિવસે ત્રિવેણી સંગમમાં તાાન કરવાથી વિશેષ ફળ મળે છે પણ અમળત તાાનના દિવસે ત્રિવેણી સંગમમાં તાાન કરવું ઘણું જ ફળદાયી માનવામાં આવે છે.