ગાંધીનગર
૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ આઈ. આઈ. ટી. ઈ. ગાંધીનગર ખાતે ૮મી ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) શિક્ષકોની તાલીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ૮મી IKS શિક્ષકોની તાલીમનું શીર્ષક છે, ભારતીય મહાકાવ્યમાંથી સ્વદેશી ભારતીય આંતરદષ્ટિનું સંકલન: ભારતીય જ્ઞાન પ્રણાલી પરિપ્રેક્ષ્ય. તેના ઉદ્ઘાટન સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૦ થી વધુ માધ્યમિક શાળાના શિક્ષકોની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમનો ઉદેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના મૂળ મુલ્યોને મજબૂત કરીને ભગવદ ગીતા અને રામાયણના ઉપદેશોને તેમના વર્ગખંડોમાં સંકલિત કરવા માટે શિક્ષકોને વ્યવહારુ રીતૌથી સજ્જ કરવાનો છે.
સમારોહની શરૂઆત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમને માનનીય કુલપતિ પ્રો. આર.સી. પટેલ, મુખ્ય અતિથિ પ્રો. હરિ કટારિયા (ડીન, સાયન્સ ફેકલ્ટી, MSU), અતિથિ વિશેષ ડો. શ્રુતિ કિકાણી અનેરાવ (હેડ, ધરોહર -IKS કેન્દ્ર, GTU), આદરણીય રજિસ્ટ્રાર ડો. અનિલ વર્ષાત, અને ડૉ. સોનલ થરેજા (તાલીમ નિયામક, IITE). સહભાગીઓ અને તમામ આદરણીય મહાનુભાવોનું સ્વાગત કરતાં, ડૉ. સોનલ થરેજાએ આઈ આઈટીઈના તાલીમ કેન્દ્રનો પરિચય કરાવ્યો, અને સમજાવ્યું કે તે કસ્ટમાઇઝડ અને ગ્રાન્ટ-ઇન-એઇડ તાલીમ કાર્યક્રમો દ્વારા કેવી રીતે કાર્ય કરે છે. આ કાર્યક્રમનો સૂર સુયોજિત કરતા, મુખ્ય મહેમાન પ્રૌ. હરિ કટારિયાએ બકરા દ્વારા ઉછરેલા સિંહના બચ્ચાની એક વિચારપ્રેરક વાર્તા સંભળાવી, જે તેની સાચી ઓળખથી અજાણ હતું. આ વાર્તા કેહતા તેમણે ધ્યાન દોર્યું કે આપણે પોતાના સમૃદ્ધ વારસાથી દૂર થઈ ગયા છે અને, ઘણી વખત એવા જ્ઞાન માટે પશ્ચિમ તરફ જોઈ રહ્યા છે કે જેનું મૂળ ભારતમાં હતું.
તેમણે પ્રેક્ષકોને યાદ અપાવ્યું કે ભારત એક સમયે વિશ્વની જ્ઞાનની રાજધાની હતી, નાલંદા અને તક્ષશિલા જેવા મહાન શિક્ષણ કેન્દ્રોનું પર હતું અને NEP 2020 એ વારસાને પુનઃપ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું છે. તેમણે ભારતના પ્રાચીન મંદિરો તરફ પણ ધ્યાન દોરતા કહ્યું કે આપણા મંદિરો માત્ર પૂજા સ્થાનો તરીકે નહીં પરંતુ સામાજિક-આર્થિક પ્રગતિના કેન્દ્રો તરીકે પણ ઓળખાતા હતા. અતિથિ વિશેષ ડૉ. શ્રુતિ કિકાણી અનેરાવે IKS પર વધુ માહિતી આપતા પ્રકાશિત કર્યું કે કેવી રીતે ભારતીય વિદ્વાનો લગભગ દરેક વિષયમાં અગ્રણી રહ્યા છે —– ગણિત, ખગોળશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર અને વધુ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે IKSને ધાર્મિક અથવા દાર્શનિક લેન્સ દ્વારા જોવું જોઈએ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઊંડાણપૂર્વક સમાવિષ્ટ સર્વગ્રાહી જ્ઞાન પ્રણાર્લી તરીકે જોવું જોઈએ. તેમણે શિક્ષકોને તેમના શિક્ષણમાં સ્થાનિક ભાષાઓ અને માતૃભાષાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યાં. બૌધાયન, નારદ મુનિ અને રાજા ભોજ જેવા વિદ્વાનોના વિશાળ યોગદાનને ટાંકીને, ડૉ. શ્રુતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા નવીનતા અને ઊંડી બૌદ્રિક તપાસની ભૂમિ રહી છે.