અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩. ૨૦ કરોડના ખર્ચે શહેરમાં ૨૦ સ્થળે રિફ્રેશમેન્ટ છ અને રિટેલ શોપ, કાફે જેવી અન્ય સુવિધાઓ સાથે આધુનિક સુવિધાવાળા એસ્પિરેશનલ ટોઈલેટ બનાવવાની હિલચાલ હાથ ધરાઈ છે. શહેરના કાંકરીયા, સિંધુ ભવન રોડ, જીટ હાઈવે, ગાંધી આશ્રામ, કાલુપુર રેલ્વે સ્ટેશન, ઝદ રોડ, વસ્ત્રાપુર તળાવ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે એપ્રોચ, અડાલજ, આનંદ નગર રોડ, ગુરુકુળ રોડ, ગીતા મંદિર બસ
THILET સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારમાં અંત્યાધુનિક સુવિધાથી સજ ટોઇલેટ બનાવવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. જેમાં સેન્સર ધરાવતા સ્વાસ્થયપ્રદ ટોયલેટ્સ, સેનેટરી નેપ્કિન વેચાણ મશીન, દીવ્યાંગ જુનો માટે ખાસ પ્રકારની સુવિધા, હાથ સુકા કરવા માટેની મશીનરી, ચિલ્ડ્રન ટોયલેટ, બાળકોના કપડા બદલવાની સુવિધા, તથા જાહેરાત માટેની જગ્યાઓ, બેઠક વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક તબીબી સારવાર માટેના સાધનોનું કબાટ, સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચર જેવી સુવિધાઓ હશે.આ હેતુસર ફિઝિબિલીટી સાઇટ સર્વે, એસ્ટીમેટ અને કંસેપ્ટચ્યુઅલ ડીઝાઈન, ફાયનલ થયેલ ડીઝાઇનના મોડલ (મિનિયેચર) તૈયાર કરવાના, સિવિલ, ઇલેકટ્રીકલ, પ્લંબીંગ વગેરે કામના વર્કિંગ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવશે શહેરની ૨૦ જગ્યાએ એસ્પિરેશનલ ટોયલેટ બનાવવામાં આવશે.