જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર,હર્ષિત રાણા ટીમમાં સામેલ,જયસ્વાલ ટીમમાંથી બહાર,વરુણ ચક્રવર્તી ટીમમાં સામેલ,’ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICCએ શિખર ધવનને ટૂર્નામેન્ટના ઈવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા,કેપ્ટન રોહિત શર્મા અને જોસ બટલર તેમના હાથ પર લીલી રિબન પહેરેલા જોવા મળ્યા
અમદાવાદ
IND vs ENG ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમની આ છેલ્લી મેચ હતી. આ મેચ જીતીને ભારતીય ટીમ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કર્યું છે. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભારતે 142 રનથી શાનદાર જીત મેળવી છે.
ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો.પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે 102 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે 64 બોલમાં 78 રન બનાવ્યા હતા.તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ 55 બોલમાં 52 રનની સારી ઇનિંગ રમી હતી.
આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી
ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.
શુભમનની સદી, કોહલી અને શ્રેયસની અડધી સદી
અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યાં બાદ ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગયા મેચનો સદી બનાવનાર રોહિત શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત ફાસ્ટ બોલર માર્ક વુડની બોલિંગમાં વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.રોહિતે બે બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ. શુભમન ગિલે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ કોહલીની ODI કારકિર્દીની 73મી અડધી સદી હતી.
કોહલીએ એ ઇતિહાસ રચી અમદાવાદની ધરતી પર કર્યો મોટો
કરિશમો,સચિનને પાછળ છોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી
અમદાવાદની ધરતી પર Virat Kohli એ ઇતિહાસ રચી નાખ્યો છે. તેમણે મહાન Sachin Tendulkar ને પાછળ છોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચોની સિરીઝનો ત્રીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.આ મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો. તેઓ એશિયાની ધરતી પર સૌથી ઝડપી 16,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. કોહલીએ આ સિદ્ધિ માત્ર 340 ઈનિંગ્સમાં હાંસલ કરી છે, જ્યારે સચિન તેંડુલકરે 353 ઈનિંગ્સમાં આ માઈલસ્ટોન પાર કરી હતી.સચિન તેંડુલકરે એશિયામાં 353 ઇનિંગ્સમાં 16000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. કોહલીએ 340મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ કિંગ કોહલી એશિયામાં ચોથા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે.
એશિયામાં 16000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન
340 ઇનિંગ્સ – વિરાટ કોહલી
353 ઇનિંગ્સ – સચિન તેંડુલકર
360 ઇનિંગ્સ – કુમાર. સંગાકારા
401 ઇનિંગ્સ – મહેલા. જયવર્ધને
એશિયામાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
21741 – સચિન તેંડુલકર
18423 – કે. સંગાકારા
17386 – એમ. જયવર્દને
16000 – વિરાટ કોહલી*
13757 – સનથ જયસૂર્યા
13497 – રાહુલ દ્રવિડ
ઈંગ્લેન્ડ સામે પોતાના4,000 રન પૂરા કર્યાં
કોહલી વનડેમાં તેની 73મી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો. જોકે, 52 રન બનાવીને કોહલી આદિલ રશીદના બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 4,000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તેઓ ઈંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર વિશ્વના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે.
ગિલે તોડયો વર્લ્ડ રેકોર્ડ
• ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેને સૌથી ઝડપી 2500 રન બનાવીને દક્ષિણ આફ્રિકા માટે હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો. અમલાએ આ સિદ્ધિ 53 ઈનિંગ્સમાં હાંસલ કરી હતી જ્યારે ગિલે માત્ર 50 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
• શુભમન ગિલ એવા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે જેને ODI ક્રિકેટમાં રમાયેલી દ્વિપક્ષીય સિરીઝની દરેક મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. ગિલ પહેલા, એમએસ ધોની અને શ્રેયસ ઐયર સહિત 6 ભારતીય બેટ્સમેન આ કરી ચૂક્યા છે.
જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર,હર્ષિત રાણા ટીમમાં સામેલ
ભારતીય કોચ ગૌતમ ગંભીરે આજે મેચ બાદ જણાવ્યું કે Jasprit Bumrahચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCIએ આ જાણકારી આપી છે. BCCI અનુસાર, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠના નીચેના ભાગે ઈજાના કારણે 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
પસંદગી સમિતિએ બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. આ બીજી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં બુમરાહ ઈજાના કારણે રમી શકશે નહીં. અગાઉ, તે પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયામાં 2022 ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો, જેના કારણે તેણે આખરે સર્જરી કરાવવી પડી હતી.
જયસ્વાલ ટીમમાંથી બહાર,વરુણ ચક્રવર્તી ટીમમાં સામેલ
ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં પ્રોવિઝનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીનો ભાગ છે. તે પ્રથમ મેચમાં રમ્યો હતો પરંતુ કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી તેને બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ICC એ તમામ આઠ ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના અંતિમ 15 ખેલાડીઓની યાદી સબમિટ કરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી નક્કી કરી હતી. આ પછી, ટીમોએ કોઈપણ ફેરફારો માટે ટૂર્નામેન્ટની તકનીકી સમિતિની મંજૂરી લેવી પડશે. BCCIએ જાન્યુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે સમયે હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે બુમરાહના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી નાગપુરમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રાણાએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરાયેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકિપર), ઋષભ પંત , હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા,મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિંદ્ર જાડેજા.
નોન ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યૂટ- યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે
‘ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICCએ શિખર ધવનને ટૂર્નામેન્ટના ઈવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા
આવી સ્થિતિમાં ICCએ શિખર ધવનને ટૂર્નામેન્ટના ઈવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ધવન સિવાય પાકિસ્તાનના સરફરાઝ અહેમદ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પણ આ જ જવાબદારી મળી છે. આ ચારેય ખેલાડીઓ ટુર્નામેન્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ અંગે કોલમ લખશે અને મેચોમાં પણ હાજર રહેશે.એમ્બેસેડર બન્યા પછી ધવને કહી આ વાતશિખર ધવને આઈસીસી દ્વારા જારી પ્રેસ રિલીઝમાં કહ્યું કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો બનવું એ એક વિશેષ લાગણી છે અને એમ્બેસેડર તરીકે આગામી ટુર્નામેન્ટનો આનંદ માણવો એ ખૂબ જ સન્માનની વાત છે. આ પોતાના પ્રકારની ખાસ ટૂર્નામેન્ટ છે જેની સાથે મારી ઘણી યાદો છે.’ ધવને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો અને બંને પ્રસંગોએ ગોલ્ડન બેટ (ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવતો એવોર્ડ) જીત્યો હતો.
કેપ્ટન રોહિત શર્મા અને જોસ બટલર તેમના હાથ પર લીલી રિબન પહેરેલા જોવા મળ્યા
ND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 3-0થી પોતાના નામે કરી છે. આ મેચના ટોસ સમયે, કેપ્ટન રોહિત શર્મા અને જોસ બટલર તેમના હાથ પર લીલી રિબન પહેરેલા જોવા મળ્યા હતા. તે જ સમયે, જ્યારે મેચ શરૂ થઈ ત્યારે તમામ ખેલાડીઓએ તેમના હાથ પર લીલી રિબન પહેરી હતી.
વાસ્તવમાં, બંને ટીમના ખેલાડીઓ બીસીસીઆઈની ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ પહેલને સમર્થન આપવા માટે આ રિબન પહેરેલા જોવા મળ્યા હતા. ત્રીજી ODI પહેલા BCCIએ અંગદાનની પહેલની જાહેરાત કરી હતી, જેમાં ભારતીય ટીમના ક્રિકેટરોએ રેકોર્ડ કરેલા વીડિયોમાં લોકોને અંગોનું દાન કરવા અને જીવન બચાવવા વિનંતી કરી હતી. BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહ આ સંદેશ ફેલાવતા જોવા મળ્યા હતા.ભારતમાં હજુ પણ લોકો અંગોનું દાન કરતા નથી. આવી સ્થિતિમાં ICC પ્રમુખ જય શાહની આગેવાની હેઠળની આ પહેલનો ઉદ્દેશ્ય આ અંગે જાગૃતિ વધારવાનો છે. આ પહેલનો ઉપયોગ કરીને ICCનો હેતુ પરિવર્તન લાવવાનો અને જીવન બચાવવામાં મદદ કરવા માટે વધુ લોકોને પ્રેરણા આપવાનો છે.