રાજસ્થાન
અમદાવાદથી મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાન નજીક અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતા બસ પલટી મારી જતા કેટલાક યાત્રિકોને ગંભીર ઈજાઓ થઈ છે. ગોતામાં આવેલી અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો છે તેમજ આ અકસ્માતમાં 27 પરિવારજનો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સમય બસમાં સવાર લોકો ઉંઘી રહ્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ગોતાના શ્રી અંબીકા દાલવડાના માલિક અમિત ચંદેલ અને તેમનો પરિવાર પણ આજ બસમાં સવાર હતો. જેમાં તેમના પુત્રનો હાથ કપાયાની પણ વિગત છે. આ ઘટના સમય બસમાં સવાર લોકો ઉંઘી રહ્યા હતાં જ્યારે બસ પલટી મારી ત્યારે લોકો ચીસમચીસો પાડવા લાગ્યા હતાં. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી બસ દૂર હતી ત્યારે આ ઘટના ઘટી હતી.
આ જગ્યાએ પહેલા પણ અકસ્માત સર્જાઈ ચુક્યા છે. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી છે. ઘાયલ લોકોના નામ જણાવીએ, જેમાં વિવેક વિશાલ, અમિત માનાજી ચંદેલ, ભાવેશ પ્રકાશ, પ્રાચી અમિત, પાનીબેન ભોમારામ, જિહાન સંજય, ભોમાજી નવલારામ, વિજય રાજુભાઈ, ફાલ્ગુની પ્રકાશ, નિમિત મનીષ, મૂળીબેન ચંપત, આશિકા પ્રકાશ ચંદેલ, તમન્ના સુરેશ ચંદેલ, કન્યા તુલસીરામ, મથુરા મીઠાલાલ, પાર્વતી રાજુ અને સંગીતા વિશાલ નામના ઘાયલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.