પ્રયાગરાજ
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પવિત્ર પ્રયાગરાજ મહાકુંભ ખાતે આજે સંત, સેવા અને સ્નાનનો મહિમા ધરાવતા શ્રી સત્તુઆ બાબા સેવા શિબિરની મુલાકાત લઈને શ્રીમદ્ જગતગુરુ વિષ્ણુ સ્વામી શ્રી સંતોષદાસજી મહારાજ “સત્તુઆ બાબા”ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે પોતે રસોઈ ઘરની મુલાકાત લઈને રસોઈ બનાવવા પોતે દાળ હલાવી હતી, ગૌ માતાના દર્શન કર્યા હતા, ત્યારે અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પીએમ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સાંસદ પરસોતમ રૂપાલા, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, થી લઈને અનેક લોકોએ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, અને મહા કુંભમાં સ્નાન કર્યું હતું, ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે મહા કુંભ પહોંચી ગયા છે, ત્યારે હવે ભત્રીજા પણ મહા કુંભમાં ડૂબકી લગાવશે



