અમદાવાદની એક છોકરીનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરી રસ્તા પર ઉભી રહીને નવા પરિણીત પતિઓને એક અનોખો સંદેશ આપતી જોવા મળે છે. તેમના હાથમાં એક પોસ્ટર છે, જેના પર લખેલું છે તેનો અર્થ એવો થઈ રહ્યો છે કે પત્ની પર ગુસ્સો ન કરો. પોસ્ટરમાં હિન્દીમાં લખેલું જોવા મળે છે કે, “જબ ભી પત્ની પર ગુસ્સા આયે તો થોડી દોર શાંત રહે, ઔર ફિર સોચે, ક્યા ઈસસે પહેલે ભી ગુસ્સા કરકે, ઉસકા કુછ ઉખાડ પાયે થે?”
આ અનોખી સલાહ જોવા માટે રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઈ અને ઘણા લોકોએ તેના ફોટા પણ ક્લિક કર્યા. કેટલાક લોકોએ આ પહેલની પ્રશંસા કરી તો કેટલાકે તેને રમૂજી રીતે લીધી.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ એક મહત્વપૂર્ણ મેસેજ છે, જ્યારે કેટલાક તેને ફક્ત એક પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે. જો કે આ છોકરીએ આ પગલું કેમ ભર્યું અને તેની પાછળ તેનો ખરો હેતુ શું હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આને પરિણીત પુરુષોને ચોક્કસ વિચારવા મજબૂર કર્યા છે!