નવી દિલ્હી,
પ્રેમ એટલે પ્રેમ. પ્રેમ અઢી અક્ષરના આ શબ્દનો હૈયે હરખ રાખી શુક્રવારે વિશ્વભરમાં વેલેન્ટાઇન દિવસની ઉજવણી થશે. પેમનું પર્વ હોય પ્રેમ સંસ્કળતિના પ્રભાવ હેઠળ ગુજરાતમાં પણ ઉજવણીનો ઉમળકો, ઉપ્રભાદ જોવા મળશે. યુવાહૈયાઓમાં પર્વની ઉજવણીને લઇને હરખની હેલી જોવા મળી રહી છે. દરમિયાન પ્રેમપત્રોથી માંડી ઇલેક્ટ્રિક ગેઝેટ ભેટમાં આપવા સહિતનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વેલેન્ટાઈન ડે નિમિત્તે ગારમેન્ટ્સ, જવેલરી સહિતના વિવિધ ક્ષેત્રમાં ડિસ્કાઉન્ટની ભરમાર રાખવામાં આવી હોય તેની પણ ભરપૂર લાભ લેવાશે. આ સિવાય હોટલ અને રેસ્ટોરાંમાં પણ કેન્ડલ લાઈટ ડીનરની બોલબાલા જોવા મળરો. વેલેન્ટાઇન ડે નિમિત્તે પિય પાત્ર, જીવનસાથી સમક્ષ પ્રેમનો એકરાર કરીને સેલિબેશન કરવાનું આગોતરું આયોજન કરી દેવાયું છે. ટેડીબેર, ડાયરી, પડવુંમ, વોચ, કોટપ્રેમ જેવી ગિફ્ટ આપવામાં આવશે. ફલાવર બુકેમાં ૫૦ રૂપિયાથી માંડીને મોંઘાદાટ બુકે આપવામાં આવશે. બીજી બાજુ હોટલ, રેસ્ટોરન્ટમાં વેલેન્ટાઈન ડે નિમિત્તે સ્પેશિયલ લંચ, ડીનર, કેન્ડલલાઇટ ડીનર, મ્યુઝિક સાથે ડીનર સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
યુવાનોમાં લાલ ટી-શર્ટ, ચોકલેટ્સ રોઝનો કોડ આપી પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. એવામાં વેલેન્ટાઈનને અવનવી ચિટ આપીને દિવસને યાદગાર બનાવવાનો પણ પ્રયાસ કરાશે. તેમાં સામાન્યપણે ૧૦ રૂપિયાના પ્રેમ પત્રોથી શરૂ કરીને વેલેન્ટાઈન બેન્ડ, ચોકલેટ્સ અને પછી મોબાઈલ, બ્લુટૂથ સહિતના ઇલેક્ટ્રિક ગેઝેટ આપવામાં આવશે. યુવાનો દિવસભર વિવિધ નુસખા અજમાવી પ્રેમનો ઈઝહાર-એકરાર કરશે. જયારે નોકરિયાતો મોડી સાંજે હોટેલ, રેસ્ટોન્ટમાં સ્પેશિયલ ડીનર લઈ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. સરપ્રાઇઝ લોન્ગ ડ્રાઇવ પર લઇ જઇને ફોર વ્હીલર પર બેસાડીને પ્રપોઝ કરવું, રાત્રિએ ૧૨ વાગ્યાના ટકોરે એકસાથે ૧૦થી વધારે સરપ્રાઇઝ ગિફટ આપવી, દિવસ દરમિયાન દર એકથી બે કલાકે ગિફટ, ગિફટ કાર્ડ આપીને પ્રપોઝ કરવું, સ્પેશિયલ કેન્ડલ લાઇટ ડીનરની સાથે પોતાનું મ્યુઝિકલ સોંગ સંભળાવવું, એક સાથે પસાર કરેલી યાદગાર ક્ષણોની પ્રોફાઇલ, વીડિયો, ફોટોની ભેટ આપવી, ગુલાબ પર વેલેન્ટાઇનનું નામ લખીને આપવું. ગોલ્ડ પ્લેટેડ ગુલાબ આપવું, થિયેટર્સમાં મુવી જોવા લઇ ગયા પછી ઇન્ટવલમાં બધા સામે પ્રપોઝ કરવું, યાદગાર તસવીરો અને ગુલાબ સહિતના ફૂલોથી રૂમની સજાવટ કરવી, ઓનલાઇન શોપિંગ દ્વારા ગિફટ ખરદી પ્રિય પાત્રને સરપ્રાઇઝ આપવું, ચોકલેટ હેમ્પર, ચોકલેટ કેક આપવું ચોકલેટ બુકે પ્રિયપાત્રને આપવા.


