ડિવોર્સ માગતી વાઇફને હેરાન કરવાનો યુવકે અનોખો કીમિયો અપનાવ્યો

Spread the love

પત્નીના નામે રજિસ્ટર બાઇકથી જાણી જોઈને અનેક વાર તોયા ટ્રાફિકના નિયમો

પટના,

બિહારના પટનામાં રહેતા યુવકનાં લગ્ન મુઝફફરપુરના કાઝી મોહમ્મદપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયાં. લગ્ન સમયે કન્યાના પિતાએ વરરાજાને ઍક બાઇક ભેટ આપી હતી જે દીકરીના નામે રજિસ્ટર્ડ હતી. લગ્નના દોઢ મહિનામાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને પત્ની પિયર જતી રહી અને તેણે છૂટાછેડાની માગણી કરી. આ વાતથી ઉશ્કેરાઈને પતિઍ જે બાઇક પત્નીના નામે રજિસ્ટર્ડ હતી ઍ ચલાવીને ટ્રાફિકના નિયમનો જાણીજોઈને ભંગ કરવાનું શરૂ કર્યું જેથી પત્નીઍ ઍનો દંડ ભરવો પડે. શરૂઆતમાં પત્નીઍ દંડ ભરી દીધા પછી ઍ વધતા જ ગયા ત્યારે તેણે પતિને ફોન કરીને બાઇક પાછી આપી દેવાનું કહ્યાં, પણ પતિએ છૂટાછેડા ન થાય ત્યાં સુધી બાઇક પાછી આપવાની ના પાડી દીધી. પછી પત્નીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કહ્યાં કે સાબિત કરવું પડશે કે ઍ બાઇક તારી પાસે નહીં પણ તારા પતિ પાસે છે અને તે ઍનો ઉપયોગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *