પશ્ચિમ આફ્રિકાના ફ્રેન્ચભાષી આ દેશમાં આ વર્ષે મોટા અકસ્માતની આ બીજી ઘટના નોંધાઈ છે
(માનવમિત્ર) | બામાકો (માલિ)
આફ્રિકાના સોનું ઉત્પાદક પ્રથમ ત્રણ દેશોમાં સ્થાન ધરાવતા આ દેશમાં થયેલા આ અકસ્માત અંગે શનિવારે મોડીરાત્રે માલિઅન ટેલિવિઝને જણાવ્યું કે, ડાલિઆ પરગણામાં આવેલા બિલાલિ કોટો ખાતે સોનાની ખાણ ધસી પડતાં પ્રારંભિકપણે મૃત્યુઆંક ૪૨ થયો છે, જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. શનિવારે આ દુર્ઘટના જ્યાં થઈ એ સાઈટનું સંચાલન ચીનાઓ કરે છે. ખાણ કાયદેસર છે કે કેમ ? એ મુદ્દે માહિતી મેળવવા માટે સત્તાવાળાઓ હજી પ્રયત્નશીલ છે. અગાઉ, ગઈ તા. ૨૯ જાન્યુઆરીએ દેશની દક્ષિણે આવેલા કૌલિકોરો પ્રાંતમાં ભેખડ ધસી પડવાથી સોનાની ખાણના કેટલાક કામદારોના મોત થયા હતા, જેમાં મોટાભાગની સ્ત્રીઓ હતી.