(માનવમિત્ર) | અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જેમાં આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવશે નહી. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ [જ સાચી તારીખ માની શકાય તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું.
વધુમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.
તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in દ્વારા પોતાના આધાર કાર્ડમાં ડીઓબી બદલી શકો છો. પરંતુ તેના માટે કેટલાંક નિયમો છે કે તમે કેટલી વખત તમારું નામ, ડીઓબી અને લિંગ બદલાવી શકો છો. તમે તમારા નામને ફક્ત 2 વખત બદલાવી શકો છો. બીજી તરફ પોતાની જન્મ તારીખને એક વખત અને લિંગને પણ ફક્ત એક વખત બદલાવી શકો છો. આ સિવાય એડ્રેસ, ફોટો અને મોબાઈલ નંબરને તમે ગમે તેટલી વખત બદલાવી શકો છો.