(માનવમિત્ર) | અમદાવાદ
ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતનું તેમના વતન માલપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલજી ભગતે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ તેઓ પોતાના સંકલ્પથી વિચલિત થયા ન હતા. તેમની આ યાત્રાને કારણે સફાઈ કામદારોના પ્રશ્નો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. લાલજી ભગતની દંડવત યાત્રાના 45માં દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ અંજના પવારે તેમની મુલાકાત લીધી હતી. અંજના પવારે લાલજી ભગતને સફાઈ કામદારોના પ્રશ્નોના ઉકેલ માટે હૈયા ધારણ આપી હતી. અંજના પવારે લાલજી ભગતને પારણા પણ કરાવ્યા હતા. આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. માદરે વતન પરત ફર્યા બાદ લાલજી ભગતનું તેમના વતન માલપુરમાં વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તેમને ફૂલહારથી સન્માનિત કર્યા હતા.લાલજી ભગતની દંડવત યાત્રા અને તેમને મળેલી સફળતાને કારણે સફાઈ કામદારોના પ્રશ્નોના ઉકેલ માટે નવી આશા જાગી છે.