ગાંધીનગર
રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સામાન્ય વહીવટ વિભાગને સવાલ પૂછ્યો હતો કે, ’31-12-2023ની સ્થિતિએ રાજ્ય સરકારમાં છેલ્લાં 2 વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વયનિવૃત્તિ બાદ કેડરના કેટલા અધિકારી/કર્મચારીઓની નિમણૂક માટેની મંજૂરી આપી છે?’
આ સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતુ કે, ‘રાજ્યમાં વર્ષ 2022માં 369, વર્ષ 2023માં 199 એમ કુલ મળીને 568 અધિકારીઓ કર્મચારીઓને પુનઃનિમણૂક આપવામાં આવી છે. જે IAS વર્ગ 1-2-3-4 અધિકારી કર્મચારીઓને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખાસ IAS સંવર્ગના કુલ 31 અધિકારીઓને વય નિવૃત્તિ બાદ કરાર આધારિત પુન:નિમણૂક થઈ છે.