
ગાંધીનગર
રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ 10 અને ધોરણ 12ના બંન્ને પ્રવાહોની બોર્ડની પરીક્ષા રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી. ધો-10ના 8.92 લાખ, ધો-12ના 5.35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. મહાનગરોની વિવિધ જેલમાંથી 113 કેદીઓ પણ પરીક્ષા આપી રાજ્યને વિવિધ 87 ઝોનમાં વહેંચીને પરીક્ષાનું આયોજન આપ્યું છે. દરેક બ્લોકમાં CCTV મારફતે નજર રખાશે.
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે વિશેષ તકેદારીના પગલાં લેવાયા છે. તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ પરીક્ષાર્થીઓના માતા-પિતાને પણ અપીલ કરી હતી કે તેઓ બાળકોની અન્ય બાળકો સાથે તુલના ન કરે. અને બાળકોમાં ભયનો માહોલ ઊભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખે.
બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મુકવાનું ST નિગમે આયોજન કર્યું છે. વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનો નિર્ણય કરાયો છે. એકસ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરાઈ છે. એસ.ટી. નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાશે. તેમજ વિદ્યાર્થીઓને પુરતી સુવિધા મળી રહે તેવી માટે પણ કાળજી રાખવામાં આવશે.