સુરત અગ્નિકાંડઃ ૮૫૦ દુકાનો ખાખઃ ૫૦૦ કરોડનું નુકસાન

Spread the love

૨૪ કલાક થયા છતાં સુરત કાપડ માર્કેટની આગ કાબૂમાં આવતી નથીઃ ગુંગળામણથી ૧નું મોત – આગના લબકારા: ધુમાડાથી ગોટેગોટા ચાલુ: ૪૦ ફાયર ફાઇટર સેવામાં: વેપારીઓ સ્તબ્ધ

 

સુરત

ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં ભીષણ આગ લાગી છે. સુરતના કાપડ બજારમાં લાગેલી આગ ૨૪ કલાક પછી પણ કાબુમાં આવી શકી નથી. આના કારણે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ૮૦૦ થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. ૩૫ થી વધુ ફાયર ફાઇટર આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાખો લિટર પાણી રેડવા છતાં આગ ઓલવાઈ શકી નહીં. સુરત, બારડોલી અને નવસારીથી ફાયર ટીમો ઘટનાસ્થળે હાજર છે.
મોડી રાત્રે આગનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું. ડ્રોન કેમેરાએ આગની ભીષણ જ્વાળાઓને કેદ કરી. વેપારીઓને આજે બજાર વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે. મેયર અને અન્ય અધિકારીઓ બપોરે ૩ વાગ્યા સુધી ઘટનાસ્થળે હાજર હતા. કુલ નુકસાન રૂ. ૫૦૦ કરોડથી વધુ થવાની શકયતા છે.
બજારમાં ૮૫૦ થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.

દુકાનો સળગતી જોઈને વેપારીઓ આંસુ વહાવતા જોવા મળ્યા. બુધવારે સવારે લગભગ ૭ વાગ્યે બજારમાં આગ લાગી હતી. ચીફ ફાયર ઓફિસર બસંત કુમાર પરીખે જણાવ્યું હતું કે અંદરનું તાપમાન ખૂબ વધારે છે. કારણ કે ત્યાં ઘણો સામાન રાખવામાં આવ્યો હતો. બુધવારે સવારે ૮ વાગ્યાની આસપાસ અમને પહેલો ફોન આવ્યો. અમને ઇમારતના માળખાની સ્થિરતા વિશે ખાતરી નથી. અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહારથી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લગભગ ૫૦% દુકાનોમાં આગ લાગી ગઈ છે.

સુરત એક મોટું ઔદ્યોગિક શહેર છે. અહીં લાખો કામદારો નાની કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ આગને કારણે તેમના આજીવિકાને ગંભીર નુકસાન થયું છે. આગને કારણે વેપારીઓ તેમજ મજૂરોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે જેને કારણે સુરત કાપડ વેપારના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ કાપડના જથ્થાનો સ્ટોક કરવામાં આવ્યો હતો. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભભૂકેલી આગને ૨૪ કલાકથી વધારેનો સમય થયો છે. તે છતાં પણ હજુ પણ આ કાબુમાં નથી આવી. જેને લઈને ફાયર વિભાગની ૪૦ કરતા વધુ ગાડીઓ છેલ્લા ૨૪ કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

દિવસ દરમિયાન આગને કારણે હિટ થયેલા બિલ્ડીંગમાં રાત્રી દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામ કરીને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી મોડી રાત્રે માર્કેટને ચારે દિશામાંથી પાણીનો મારો કરી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગને લઈ અત્યાર સુધીમાં ૫૦૦ કરોડ કરતાં વધુની નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વેપારીઓ દ્વારા આજનો દિવસ માર્કેટ બંધ રાખવા માટેનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ આગ બુઝાવવા માટે અંદાજિત ૪૦ લાખ લિટર કરતા વધુ પાણીનો ઉપયોગ કરવા છતાં પણ આ કાબુમાં નથી આવી. આ આગને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે.

ત્યારે આ વેપારીઓ મોડી રાત્રે માર્કેટની બહાર બેસીને રડતા પણ જોવા મળ્યા હતા. ૨૪ કલાક બાદ પણ આગ જે રીતે બેકાબૂ છે જેને લઈને સુરતના મેયર, ડેપ્યુટી મેયર મોડી રાત્રિ સુધી ઘટના સ્થળે હતા અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો તંત્ર સાથે મળીને કરી રહ્યા હતા. આજે વહેલી સવારે પણ આગ બેકાબૂ જોવા મળી હતી. આપને જણાવીએ કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં પહેલા આગ પ્રસરી હતી. ઘટનાને પગલે ૨૦થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com