વિધાનસભામાં પૂરક માંગણી પર ચર્ચા:ગુજરાત સરકાર મુખ્યમંત્રી પાક વીમા યોજના જાહેર કરે : વિધાનસભા કોંગ્રેસ ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર

Spread the love

વિધાનસભા કોંગ્રેસ  ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર

બજેટ પૂરતી રકમ ફાળવ્યાં પછી પણ સરકારને પૂરક માગણીઓ લઇને કેમ આવવું પડે છે? આખા વર્ષ દરમ્યાન થયેલા ખર્ચની વિગતો આ વિધાનસભા ગૃહમાં રજૂ કરવાની હોય છે છતાં આપ ૮ માસની જ કેમ પૂરક માગણીઓ લઇને આવ્યાં છો?: શૈલેષ પરમાર

ગાંધીનગર
….
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે નાણામંત્રી પૂરક માગણીઓ લઇને કેમ આવ્યાં? ખાસ કરીને વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યના નાણામંત્રીએ ત્રીજી વખત આ વિધાનસભા ગૃહમાં રૂ.૩,૩૨,૪૬૫ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબની પુરાંત ૯,૮૨૧.૨૮ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૪- ૨૫ના અંદાજે જે ૯૦૦.૭૨ કરોડ રૂપિયા પુરાંત દર્શાવી હતી. વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રૂ.૩,૩૨,૪૬૫ કરોડ રૂપિયાનું હતું. તેમ છતાં પણ ૧૬,૨૯૦ કરોડ રૂપિયાની કાપ મૂકવા સાથે રૂ.૮,૦૯૫ કરોડની પૂરક માગણીઓ લઇને આજે વિધાનસભા ગૃહમાં આવ્યાં છે ત્યારે મને પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, બજેટ પૂરતી રકમ ફાળવ્યાં પછી પણ સરકારને પૂરક માગણીઓ લઇને કેમ આવવું પડે છે? એક બાજુ છે એમ કહે છે કે અમે બજેટમાં રૂ.૧૬,૦૦૦ કરોડ કરતા પણ વધારાની કાપ મૂક્યા સાથે આ બજેટ રજૂ કરીએ છીએ અને બીજું બાજુ આ સરકાર ફરી પાછી પૂરક માગણીઓ લઇને આવે છે. વર્ષ ૨૦૨૪- ૨૫માં બજેટ રજૂ કર્યા પછી સરકારે ખર્ચ કર્યો એ વધારાના ખર્ચ માટે સરકાર વિધાનસભા ગૃહમાં જણાવે. કેમ કે પૂરક માગણીઓ હંમેશા આખા વર્ષ દરમ્યાન થયેલા ખર્ચની વિગતો આ વિધાનસભા ગૃહમાં રજૂ કરવાની હોય છે છતાં આઠ માસની જ કેમ પૂરક માગણીઓ લઇને આવ્યાં છો?
કારણ કે ૪ માસની જે બાકી રહેશે એ પૂરક માગણીઓનું શું? એ ખર્ચાઓનું શું?સરકાર જે પૂરક માગણીઓ લઇને આવી છે એમાં મહેસૂલ વિભાગની કુદરતી આફતો માટેની માગણીઓ લઇને આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને કુદરતી આફતો આવે, પૂર આવે, વાવાઝોડું આવે, બીનમોસમી વરસાદ થાય એટલે સ્વાભાવિક છે કે ખડૂતોના ઊભા પાકને નૂકસાન થાય છે એટલે એ સરકાર પાસે રાહત માગે અને સરકાર રાહત આપે છે.રાજ્યની અંદર કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં હતી જે હાલમાં બંધ છે ઉપરોક્ત ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી લગભગ ૩૫ થી ૪૦
હજાર કરોડ રૂપિયા એ પાક વીમાની રકમ પેટે.૧૦,૦૦૦ કરોડ કરતા પણ વધારાની પાક વીમા યોજનાની રકમ
એ લોકોએ ચૂકવેલ હતી.અને આજે પરિસ્થિતિ એવી છે કે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૦ થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે અને એના લીધે આ રાજયના ખેડૂતોને બહુ મોટું નુકસાન થઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ માગણી કરે છે કે જે રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં હતી, જે બંધ કરવામાં આવી છે સન ૨૦૨૦થી તો રાજય સરકાર દ્વારા પણ આ વખતે ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી પાક વીમા યોજના જાહેર કરે.એનું કારણ છે સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે આજે પણ ખેડૂતો એ સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય એ વિસ્તારોની અંદર આજે પણ ખેડૂતો રેલી દ્વારા કલેકટરશ્રીને પોતાની રજૂઆત કરતા હોય છે માટે માગણી કરું છું કે ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના જાહેરાત કરવામાં આવે.
૨૦૨૪-રપનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર ૯૨૨૮ કરોડની જોગવાઇ કરવામાં આવી .રાજય સરકારની ટેકસ્ટાઇલ નીતિ માટે ૧૬૦૦ કરોડની જોગવાઇ કર્યા પછી પૂરક માગણી લઇને આવ્યા છે. એક બાજુ સરકારે ૧૬૦૦ કરોડ રૂપિયાની સહાય આપી અને બીજી બાજુ કલેમ જે લોકોએ કર્યો હશે એ લોકો માટે ૪ર૪.૬૨ લાખ રૂપિયાની માગણી લઇને આવ્યા છે. બીજું મોટા કદના ઉદ્યોગો, સો ટકા રાજયની અંદર ઉદ્યોગો આવવા જોઇએ અને ઉદ્યોગો થકી લોકોને રોજગારી મળે પણ દુ:ખ સાથે કહેવું પડે, મોટા મોટા ઉદ્યોગપતિઓને આ રાજય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે પણ એ સુવિધાઓના પરિણામ સ્વરૂપ ૮૫ ટકા જે રોજગારી સ્થાનિક યુવાનોને આપવી જોઇએ એ યુવાનોને રોજગારી મળતી નથી એ હકીકત છે. આજે મારે મંત્રી પાસેથી જાણવું છે કે સન ૨૦૨૪-રપના બજેટની અંદર મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રૂ.૧૧૫૪ કરોડની જયારે જોગવાઇ આપે કરી હતી, મોટા ઉદ્યોગોની વાત કરું છું, નાના નહીં, મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂ.૧૧૫૪ કરોડની જોગવાઇ બજેટમાં કર્યા પછી પણ
પૂરક માગણી ૮૫૫ કરોડ રૂપિયાની લઇને આવ્યા છો એ કયા મોટા ઉદ્યોગોને તમે સહાય પેટે કેટલી રકમ ચૂકવી છે એ વિધાનસભા ગૃહની અંદર મંત્રી મૂકે એવી માગણી કરું છું. ડીપસ્લીપ પ્રાઈમ યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં પાઇપલાઇન માટે ૪૪૦ કરોડ રૂપિયાની જોગવાઇ સન ૨૦૨૪-૨૫ના બજેટમાં
અને પૂરક માગણીઓ લઇને આવ્યા છે ૫૦૭ કરોડ રૂપિયાની.
શૈલેષ પરમારે કહ્યું કે બજેટની રકમ કરતા પણ જે પૂરક માંગણી છે એનો આંકડો વધારે છે.
૧,૨૫,૦૦૦ અત્યારે સરકારે મકાનની સહાયમાં વધારો કર્યો છે. તમે ૧,૨૫,૦૦૦ની સહાય આપો એટલે ગરીબોનું મકાન બની જાય? ૧,૨૫,૦૦૦માં ગરીબોના મકાન બનતા નથી.૧૭.૧૪ કરોડ રૂપિયાની શું પુરક માગણી છે? રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા રાજયપાલશ્રીના સરકારી કામકાજના અર્થે જરૂરી ઉડ્ડયન પ્રવાસ માટે તેમજ હાલનું મરામત હેઠળ હોવાને કારણે હેલીકોપ્ટરનું બીલ ચૂકવવા માટે ૧૭.૧૪ કરોડ છે. ગરીબ માણસ માગે તો ૧,૨૫,૦૦૦માં એનું મકાન ન બને.
એરપોર્ટ, કાર્ગોની કામગીરી અને એરપોર્ટને કાર્યરત કરવાના ખર્ચ પેટે રૂ. ૨૪.૩૬ કરોડ આ રાજય સરકારે ચૂકવેલા છે. કયા કયા કાર્ગોના પુરાણમાં, કયા કયા એરપોર્ટ ના કામકાજ ની
અંદર કઇ કઇ જગ્યાએ હેલીપેડ બન્યા?શહેરી વિકાસના ૨૦૨૪-૨૫ના બજેટમાં ૩. ૨૧૬૯૬ કરોડની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણની અંદર જણેવાઇ કરવામાં આવી છે અને સ્તારના માળખાઓની સગવડ માટે જોગવાઇની અંદર સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ ૮૬૩૪ કરોડ રૂપિયાની ૨૦૨૪-રપના બજેટમાં જોગવાઇ કરવામાં આવી હતી અને એ જોગવાઇની સામે ખાસ કરીને શહેરોને કઇ રીતે સરકાર, આ વખતે સરકાર શહેરોના વિકાસ માટેનું વર્ષ તરીકે લઇને આવ્યા છે.
મહાનગરપાલીકાઓની અંદર થાપણો છે એ થાપણોના વ્યાજ પેટે રૂ. ૨૦ કરોડ કરતા પણ વધારે રકમ સરકાર ચૂકવવા જઇ રહી છે. વધારાની પૂરક માગણી લઇને આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮૦.૯૭ કરોડ રૂપિયા ઓલરેડી ૮૬૩૪ કરોડ રૂપિયાની જોગવાઇ કર્યા છતાંપણ સરકાર
કરોડ રૂપિયાની પુરક માગણીની જોગવાઇ લઇને આવી છે. એવી રીતે મહાનગરપાલિકાઓની સુવિધા માટે રૂ.
૭૫.૧૨ કરોડની લઇને આવી છે. મારે સરકાર પાસેથી એ જાણવું છે કે મહાનગરપાલિકાનો પ્રાથમિક શિક્ષણ ઉપકર અને નગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ ઉપકરની પાછળ રાજય સરકારે ઓછામાં ઓછા રૂ. ૭૫ કરોડ
કરતા પણ વધારેની રકમ જયારે ચૂકવી છે ત્યારે માનનીય મંત્રીશ્રી જે પૂરક માગણીઓ લઇને આવ્યા છે એ
સરકારનો અણઘડ વહીવટ, સરકારની પારદર્શિતાના કારણસર બજેટ આપ્યું છતાં પુરાંત હોવા છતાં
પણ બજેટમાં કાપ હોવાછતાં પણ આજે રાજય સરકાર જે પૂરક માગણીઓ લઇને આવી છે એ પૂરક
માગણીઓમાં ખાસ કરીને મતપાત્ર જે માગણીઓ છે એ રૂ. ૭૭૫ર.૮૦ કરોડ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *