અનેક મહાનગરપાલિકાઓમાં આ સડો પેઠો છે, કમર્ચારી અધિકારીઓને ધમકી આપતા તત્વો
માહિતીની આડમાં તોડનો વેપલો કરનાર એક RTI એક્ટીવીસ્ટ પત્રકારની પાસા હેઠળ અટકાયત, RTIના નામે પત્રકારત્વની દુકાનો ખોલીને તંત્રને ધમકાવતા તત્વો સામે હવે સરકાર કડક હાથે કામ લેશે
સુરત
રાજયમાં સુરતના ધારાસભ્ય દ્વારા ઉગ્ર રજૂઆતના પગલે માહિતી અધિકારની આડમાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલા આર.ટી.આઈ ના નામે તોડ પાણી કરતાં પત્રકારોને પણ સુરત પોલીસ દ્વારા ગુના દાખલ કર્યા છે મહિધરપુરામાં વધુ એક આર્ટીીઆઈ પત્રકારત્વના નામે ખંડણી વસૂલતા તત્વો સામે એક વ્યક્તિ સામે પાસા કરી છે. નવા બાંધકામ થતા હોય ત્યાં ધમકીઓ આપીને આર.ટી.આઈ કરીને મકાનનો તોડાવી નાખવાની ધમકી આપતા હતા ત્યારે આઈટીઆઈ ના નામે પત્રકારત્વની દુકાન ખોલી બ્લેક મેલ કરનાર તત્વો વિરુદ્ધ પોલીસ કમિશનરે પ્રથમ પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેની અટકાયત કરીને પાસા હેઠળ કચ્છ ભુજ જેલ રવાના પણ આરોપીને કર્યા છે, આ પત્રકાર સામે ખંડણી ધમકી બદનામીથી લઈને ત્રણ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. મહિનાના પ્રથમ શનિવારે ધારાસભ્યો-સાંસદની યોજાતી સંકલન બેઠકમાં આરટીઆઈ તોડબાજોનો મુદ્દો ગાજયો હતો. સંકલનમાં પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૮ જેટલાં ઈસમોએ બાંધકામ અંગેની અધધધ ૧૦,૫૯૦ ખાનગી
માલિકીની મિલકતોની માહિતી માટે આર.ટી.આઈ કરી હોવાની ચોંકાવનારી માહિતી રજુ કરી હતી. મિલકતો તોડી પાડવાની ધમકીઓ આપી અપાવી ને આ તત્ત્વો ખંડણી વસુલ કરે છે. તેથી ખાનગી માલિકીની મિલક્તોની માહિતી-નકશા પૂરાં નહીં પાડવા રજુઆત કરી હતી. સંકલન બેઠકમાં અરવિંદ રાણા, મનુ પટેલ, સંગીતા પાટિલ ત્રણ જ ધારાસભ્યોએ હાજરી આપી હતી અને સાંસદ સભ્ય મુકેશ દલાલ હાજર રહ્યાં હતાં. શહેરમાં RTI એકટ હેઠળ વ્યક્તિગત ખાનગી મિલ્કતોના બાંધકામની માહિતી માંગી કેટલાંક ઈસમો દ્વારા ભ્રષ્ટાચાર કરી ખંડણી વસુલ કરી લોકોને ગભરાવી ભય ઉભો કરાવી. મિલ્કત તોડી પાડવાની ધમકીઓ આપી ગેરકાયદેસર રકમ ઉઘરાવી થતો દુરૂપયોગ નાબુદ કરવા જણાવ્યું હતું.
RTI કરી હેરાન કરનારાઓની માહિતી પોર્ટલ પર મૂકાશે
આરટીઆઈથી ખંડણીના દૂષણને પગલે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે દરેક ઝોનમાં છેલ્લાં પાંચ વયમાં ખાનગી માલિકીની મિલ્કતોની આર.ટી.આઈ. કરનારા ઈસમોની માહિતી એકત્રિત કરી ને ઓનલાઈન પોર્ટલ ઉપર ચઢાવવા સૂચના આપી છે. દરેક ઝોનના જુઈજનેર આસી. ઈજનેર, ડેપ્યુટી ઈજનેરોના RTI એક્ટિવિસ્ટો સાથેના મેળાપીપણાની પણ માહિતી એકત્રિત કરવા અને જે મિલ્કતના માલિકની મિલકતની આર.ટી. આઈ. થી માહિતી માંગે તો તેવા માલિકને જાણ કરી જો તે માહિતી આપવાની ના પાડે તો માહિતી ન આપવી એવી ગાઈડલાઈન તૈયાર કરવાનો આદેશ આપી ડે. કમિશ્રર કમલેશ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.
ડર-ગભરાટ વિના લેભાગુ તત્ત્વોને ઉઘાડા પાડો : ડીસીપી
રામપુરામાં ખંડણીખોર શાકીર હુસૈનનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. જવાં ડીસીપી પિનાકીન પરમારે જાહેરમાં પબ્લિકને સંબોધન કરી અપીલ કરી હતી કે, આરટીઆઈના ઓથા હેઠળ બ્લેકમેઇલિંગ કરતા લેભાગુ તત્ત્વોથી ગભરાશો નહિ. આવા તત્ત્વોથી ડર્યા વિના બહાર આવી પોલીસ ફરિયાદ નોંધાવો. લેભાગુ તત્ત્વોને ઉથાડા પાડો, પોલીસ તમારી સાથે જ છે અને પોલીસ પીડિતનું નામ પણ ગુપ્ત રાખશે.