20 વર્ષમાં યુરોપ અને બીજા આ દેશો પર થશે ઇસ્લામિક શાસન!… કોણે કરી ભવિષ્યવાણી..

Spread the love

 

 

બલ્ગેરિયા

વિશ્વભરમાં બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં છે. બલ્ગેરિયાના આ પ્રખ્યાત ભવિષ્યવેત્તા, જે વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા તરીકે પણ જાણીતા હતા, તેમણે અનેક સચોટ આગાહીઓ કરી છે. હવે તેમની એક નવી ભવિષ્યવાણી સામે આવી છે, જે મુજબ આગામી 20 વર્ષમાં યુરોપના કેટલાક દેશોમાં ઇસ્લામિક શાસન સ્થપાશે. બાબા વાંગાનો જન્મ 31 જાન્યુઆરી, 1911ના રોજ ઓટ્ટોમન સામ્રાજ્યના સ્ટ્રુમિકા પ્રદેશમાં થયો હતો. બાળપણમાં એક દુર્ઘટનામાં તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ તેમનામાં ભવિષ્ય જોવાની અસાધારણ ક્ષમતા વિકસી હોવાનું માનવામાં આવે છે. બાબા વાંગાએ વર્ષ 2043 માટે એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે, જે મુજબ યુરોપ ખંડ મુસ્લિમ શાસન હેઠળ આવી જશે.
તેમના મત મુજબ, આ સમય સુધીમાં યુરોપમાં મુસ્લિમ સમુદાય એક મોટી રાજકીય તાકાત તરીકે ઉભરી આવશે.

આ ભવિષ્યવાણી યુરોપમાં વસ્તી વિષયક અને સાંસ્કૃતિક પરિવર્તનો તરફ સંકેત આપે છે. બાબા વાંગાએ તેમના જીવનકાળ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી પણ પડી છે. તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક મુખ્ય આગાહીઓ નીચે મુજબ છે:સોવિયત સંઘનું વિઘટન, 9/11ના આતંકવાદી હુમલા, બ્રેક્ઝિટ (બ્રિટનનું યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવું).
બાબા વાંગાની ભવિષ્યવાણીઓ દાયકાઓથી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેમની બે મુખ્ય આગાહીઓ ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચે છે:

વર્ષ 2076 સુધીમાં સામ્યવાદી શાસનનું પુનરાગમન: બાબા વાંગાએ આગાહી કરી હતી કે 2076 સુધીમાં વિશ્વ ફરીથી સામ્યવાદી વિચારધારા તરફ વળશે અને સામૂહિક શાસન પ્રણાલી ફરીથી પ્રચલિત થશે. વર્ષ 5079માં વિશ્વનો અંત: બાબા વાંગાની છેલ્લી ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 5079માં એક મોટી કુદરતી હોનારત વિશ્વનો અંત લાવશે. તેમના દાવા મુજબ આ હોનારત માનવસર્જિત નહીં હોય, પરંતુ એક કુદરતી ઘટના હશે, જે માનવ સભ્યતાનો નાશ કરશે. બાબા વાંગા આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ દુનિયાભરના લોકોમાં ચર્ચા અને ઉત્સુકતાનો વિષય છે. તેમના અનુયાયીઓ માને છે કે તેમની વાણીમાં સત્ય છુપાયેલું છે, જ્યારે કેટલાક લોકો તેમની આગાહીઓને શંકાની નજરે જુએ છે. જો કે, બાબા વાંગાની રહસ્યમયી દૃષ્ટિ અને વ્યક્તિત્વએ તેમને વિશ્વભરમાં એક અનોખું સ્થાન અપાવ્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com