અફઘાનિસ્તાન
તાલિબાને તોરખામ બોર્ડર પર કબજો કરવાનો દાવો કર્યો છે. તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ એક મહત્વપૂર્ણ બોર્ડર ક્રોસિંગ છે. આ ક્રોસિંગને થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાને બંધ કરી દીધું હતું. ત્યારથી, તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે છૂટાછવાઈ અથડામણ ચાલુ હતી, જે સોમવારે વધુ તીવ્ર બની હતી. તાલિબાને દાવો કર્યો છે કે ભારે ગોળીબાર અને જાનહાનિને કારણે પાકિસ્તાની સેનાએ તોરખામ બોર્ડર પોસ્ટ પરથી ભાગવું પડ્યું છે.
એક મીડિયા સંસ્થાને તાલિબાનના ટોચના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તાજેતરમાં તોરખામમાં પાકિસ્તાનને કારણે તણાવ વધ્યો છે. બે દિવસ પહેલા, ક્રોસિંગ પર પાકિસ્તાની અને અફઘાન દળો વચ્ચે ગોળીબાર થયો હતો, જે અફઘાનિસ્તાન દ્વારા નવી સરહદ ચોકીના નિર્માણના વિવાદને કારણે એક અઠવાડિયાથી વધુ સમય માટે બંધ હતો, એમ તેમણે જણાવ્યું હતું. પહેલા બંને પક્ષોએ હળવા હથિયારોથી એકબીજા પર હુમલો કર્યો, પરંતુ બાદમાં ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો.
તાલિબાને કથિત રીતે સરહદી ચોકીઓ અને બંકરો જેવી નવી સંરચનાઓનું નિર્માણ કર્યુ છે, જેને પાકિસ્તાને અગાઉના કરારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પાકિસ્તાન આ વિસ્તારને પોતાનો માને છે. ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સૈન્યએ પછી ક્રોસિંગ બંધ કરી દીધું, વેપાર અને રોજિંદા જીવનમાં વિક્ષેપ પાડ્યો. આ મડાગાંઠને કારણે, તોરખામ બોર્ડર પર વેપારી પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે, સાથે જ ઝીરો પોઇન્ટ પર પાર્ક કરાયેલા નિકાસ વાહનોને પરત મોકલી આવ્યા છે.
તાલિબાને કહ્યું, “પાકિસ્તાન અમારા પર આતંકવાદીઓને મોકલવાનો ખોટો આરોપ લગાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર “સરહદ બંધ થવાની આર્થિક અસર પાકિસ્તાન માટે વધુ પીડાદાયક છે અને તેઓ દરરોજ ભારે નુકસાન સહન કરી રહ્યા છે,” પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ નિયમિતપણે ગોળીબારી કરે છે, જે મોટાભાગે ડુરંટ રેખા પાસે કરાયેલા બાંધકામ અંગેની અસહમતીને કારણે થાય છે. ડુરન્ડ લાઇન એ 2,400 કિલોમીટર (1,500 માઇલ) લાંબી સરહદ છે, જે 1896માં અંગ્રેજો દ્વારા દોરવામાં આવી હતી. જેના પર કાબુલ વિવાદ કરી રહ્યુ છે.