ગુજરાતથી સંગઠન વર્ષની શરૂઆત: ગુજરાતમાં ભાજપને હરાવવાનો મજબૂત પ્લાન અમલમાં મૂકવામાં આવશે

Spread the love

રાહુલ ગાંધી za હોલ ખાતે ૨૦૦૦ કાર્યકર્તાઓ સાથે આવતીકાલે સંવાદ કરશે :?લોકસભાનાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતા વિપક્ષ, પોલિટિકલ અફેર્સ કમિટી,જિલ્લા-શહેર પ્રમુખો અને વિવિધ સેલનાં હોદ્દેદારો સાથે કર્યો સંવાદ : મહત્વની બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ : તાલુકા-નગર પાલિકા પ્રમુખો સાથે શ્રી રાહુલ ગાંધીએ કર્યો સીધો સંવાદ :?8-9 એપ્રિલે યોજનાર અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે

સવર્ણો કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યા છે?અનેક સમસ્યાઓ છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો?જ્યારે પણ ત્રીજો પક્ષ ઉભો થાય ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મત કેમ તૂટતા નથી ?ત્રીસ વર્ષથી શાસન હોવા છતાં ભાજપના મત કેમ ઘટતા નથી અને કોંગ્રેસના કેમ નથી વધતા?ડાયમંડ, ટેક્સટાઈલ અને સિરામિક ઉદ્યોગમાં મંદી છતાં રોષ કેમ બહાર આવતો નથી?

ગાંધીએ પૂછ્યું છે કે, આટલા વર્ષમાં કયા પ્રમુખની કામગીરી સારી લાગી?

અમદાવાદ

પૂ. મહાત્મા ગાંધી-સરદાર સાહેબની પાવન ધરાના બે દિવસીય સંવાદ બેઠક અન્વયે પ્રથમ દિવસે લોકસભાનાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં “સંવાદ કાર્યક્રમ”ની તમામ મહત્વની આંતરિક બેઠકોમાં એઆઈસીસીના સંગઠન પ્રભારી અને મહામંત્રી શ્રી કે.સી વેણુગોપાલજી, ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાજી અને એઆઈસીસી સેક્રેટરીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજીવ ગાંધી ભવન ખાતે પ્રથમ દિવસે મહત્વની બેઠકોનો દોર પૂર્ણ થયો.સૌપ્રથમ,પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ નેતાવિપક્ષશ્રીઓ સાથે જિલ્લા-શહેરના પ્રમુખશ્રીઓ તાલુકા-નગરનાં પ્રમુખશ્રીઓ સાથે રાજ્યની મુખ્ય સમસ્યાઓ, કોંગ્રેસના સંગઠન,ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શ્રી રાહુલ ગાંધીજીએ ગુજરાતના નાગરિકોને ન્યાયની સાથે હક અને અધિકાર મળે તે માટે રચનાત્મક-આંદોલનાત્મક કાર્યક્રમોના આયોજન પર ભાર મૂક્યો. સંગઠનમાં મોટાપાયે ફેરફાર સાથે હોદ્દેદારશ્રીઓને જવાબદારી સાથે જવાબદેહી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાતમાં બેરોજગારી,મોંઘવારી,મહિલા સુરક્ષા,ખેડૂતોના પ્રશ્નો સહિત મહત્વના મુદ્દાઓને આક્રમકતાથી રજૂ કરવામાં આવશે.સેલના ચેરમેનો સાથે બેઠક થઈ હતી. જેમાં શું શું કામગીરી થઈ શકે, ક્યા ક્યા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
રાજીવ ગાંધી ભવન ખાતે પોલિટિકલ અફેર્સ કમિટીનાં તમામ સભ્યોએ કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે શું કામગીરી થઈ શકે તે અંગે સંવાદ થયો હતો. સૂચનો સાથે નવા કાર્યક્રમો થકી ગુજરાતના નાગરિકોના અવાજને મજબૂત કરવા વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રમુખશ્રીઓ સાથેના સંવાદમાં બૂથ સુધીનાં સંગઠનનાં માળખાને મજબૂત બનાવવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો. યોગ્ય રણનીતિ દ્વારા બુથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસવામાં આવશે. ગુજરાતમાં ભાજપને હરાવવાનો મજબૂત પ્લાન અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ
શ્રી રાહુલ ગાંધીનાં સંવાદ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ તાલુકા-નગર પાલિકાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં સંપૂર્ણપણે સ્થાનિક નેતૃત્વ સાથે ધરાતલ પર કોંગ્રેસ પક્ષની સારાં-નરસા પાસા અંગે ખૂલ્લા મને રાહુલજી સાથે સંવાદ કરવામાં આવ્યો.તાલુકા સ્તરેથી પ્રદેશ સ્તર સુધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા મહત્વનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ગાંધીએ પૂછ્યું છે કે, આટલા વર્ષમાં કયા પ્રમુખની કામગીરી સારી લાગી? આ ઉપરાંત મિટિંગમાં એક કાર્યકર સિનિયર નેતા સામે આક્રોશમાં હતો અને જાહેરમાં તેનું નામ આપવા પણ તૈયાર હતો. પરંતુ રાહુલ ગાંધીએ જાહેરમાં નામ લેતા લોકોને અટકાવ્યા હતા.

કોંગ્રેસમાં નહીં ભાજપમાં અલગ અલગ જૂથ છે: લાલજી દેસાઈ

સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઈએ જણાવ્યું કે, આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને તેઓ કાર્યકર્તાઓ સાથે સતત 2 દિવસ સંવાદ કરશે.રાહુલ ગાંધી બ્લોક સ્તરથી લઈ પ્રદેશના નેતાઓ સાથે શું ભૂલ થઈ અને શું સુધારવાની જરૂર છે તેના પર મંથન કરશે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, તમને ગુજરાતમાં હરાવીશું. આ જ વાતને લઈ કોંગ્રેસનો એક એક કાર્યકર કેવી રીતે લડવું તેની તૈયારી કરી રહ્યો છે. આ બધા મળીને લડે તે માટે એક નવી રણનીતિ બનશે. કોંગ્રેસનો કાર્યકર પદ યાત્રા દ્વારા લોકો વચ્ચે જશે અને સરકાર સામે બાથ ભીડવાનું કામ કરશે.

 

ગુજરાતમાં IAS-IPS દ્વારા ચૂંટણીઓ કરવામાં આવી રહી છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું.

ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ નથી પણ હાલમાં ગુજરાત ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. આનંદીબેન પટેલ, અમિત શાહના જૂથ કાર્ય કરી રહ્યા છે. હવે તો સી.આર. પાટીલના જૂથવાદ ઉભો થયો છે.

ગુજરાતમાં IAS-IPS દ્વારા ચૂંટણીઓ કરવામાં આવી રહી છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું.ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ નથી પણ હાલમાં ગુજરાત ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. આનંદીબેન પટેલ, અમિત શાહના જૂથ કાર્ય કરી રહ્યા છે. હવે તો સી.આર. પાટીલના જૂથવાદ ઉભો થયો છે.

એઆઈસીસીના સંગઠન પ્રભારી અને મહામંત્રી શ્રી કે.સી વેણુગોપાલજી પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતથી સંગઠન વર્ષની શરૂઆત કરવામાં આવી છે. રાહુલ ગાંધીજીના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાયેલ બેઠકો કોંગ્રેસ સંગઠનની આંતરિક બેઠકો હતી જેમા અમારુ સંપૂર્ણ ધ્યાન સંગઠનને મજબૂત કરવા પર છે જે માટે પ્રદેશ,જિલ્લા અને તાલુકા સુધીના કોંગ્રેસજન પાસેથી કેવા ફેરફાર કરવાં તે અંગે મંતવ્યો મેળવી ચર્ચા થઈ. સંગઠન પરનુ ધ્યાન માત્ર ગુજરાત માટે નહિ પરંતુ સમગ્ર ભારતભર માટે છે. 8-9 એપ્રિલે યોજનાર અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે.

રાહુલના પાંચ સવાલ

સવર્ણો કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યા છે?

અનેક સમસ્યાઓ છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો?

જ્યારે પણ ત્રીજો પક્ષ ઉભો થાય ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે?

ભાજપના મત કેમ તૂટતા નથી ?ત્રીસ વર્ષથી શાસન હોવા છતાં ભાજપના મત કેમ ઘટતા નથી અને કોંગ્રેસના કેમ નથી વધતા?

ડાયમંડ, ટેક્સટાઈલ અને સિરામિક ઉદ્યોગમાં મંદી છતાં રોષ કેમ બહાર આવતો નથી?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com