GCCI દ્વારા આયોજિત થઇ રહેલ “ટેક્સટાઇલ લીડરશીપ કોક્લેવ 2025” જેમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો તેમજ ટેક્નિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ એકમો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે

Spread the love

dbe14d6e-d3cc-42b5-9a96-b6657095a137

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેઓના ટેક્સટાઇલ કોન્કલેવ ની ચોથી આવૃત્તિ “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ફ્લેવ 2025” નું આયોજન તારીખ 8 ર્મી માર્ચ, 2025 ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે થઈ રહેલ છે.આ કાર્યક્રમની જાહેરાત કરતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જીનીઅરે તે બાબત પર ખાસ ભાર મુક્યો હતો કે GCCI દ્વારા પાછલા વર્ષોમાં આયોજિત ખુબ જ સફળ રહેલ ટેક્સટાઇલ લીડરશીપ કોન્ફ્લેવ ના અનુભવને આધારે વર્તમાન ટેક્સટાઇલ લીડરશીપ કોન્ફ્લેવનું આયોજન થઇ રહેલ છે કે જેનું ધ્યેય ટેક્સટાઇલ ઉદ્યોગને અસર કરતા અનેકવિધ પરિબળો તેમજ ઉદ્યોગની વિવિધ જરૂરિયાતો બાબતે ઊંડાણમાં ચર્ચા-વિચારણા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

તેઓએ ઉપસ્થિત માનનીય વક્તાઓનું સ્વાગત કર્યું હતું. તેઓએ ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે તેમજ આ ક્ષેત્રે ભારતની સ્થિતિ મજબૂત બનાવવા તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટે “ટેક્નિકલ ટેક્સટાઇલ” ના પરિવર્તનકારી રોલ તેમજ મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે GCCI ટેક્સટાઇલ ટાસ્કફોર્સનાં ચેરમેન શ્રી સૌરીન પરીખે કાર્યક્રમના થીમ પર સંબોધન કર્યું હતું તેમજ ટેક્સટાઇલ કોન્ફ્લેવ ના હેતુઓ અને વિવિધ ક્ષેત્રો જેવા કે હેલ્થકેર, કૃષિ ઉધોગ, બાંધકામ, ફેશન વગેરે ક્ષેત્રોમાં “ટેક્નિકલ ટેક્સટાઇલ” ના મહત્વ વિશે વાત કરી હતી. તેઓએ તે_બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે ટેક્સટાઇલ ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે તે બાબત ખુબ જ જરૂરી છે કે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક જોડાણે, ઇનોવેશન અને ટેક્સટાઇલ ક્ષેત્રે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે.

વિવિધ પેનલ ડિસ્કશન: ભારત ખાતે ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે અનેકવિધ તકો:

આ સમયે આયોજિત પેનલ ડિસ્કશનનું સુંદર સંચાલન શ્રી અશ્વિન ઠક્કરે કર્યું હતું કે જેઓ GCCI ટેક્સટાઇલ ટાસ્કફોર્સ ના સલાહકાર છે.

પ્રસ્તુત પેનલ ડિસ્કશનમાં આ ક્ષેત્રના વિવિધ તજજ્ઞોએ ભાગ લીધો હતો.

• શ્રી નીરવ શાહ, ડાયાગોનલ કન્સલ્ટિંગ (ઇન્ડિયા)

• શ્રી કુમાર અભિષેક, યુનિફાઇડ નોલેજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ

• ડો. અમિત બગથલીયા, હેલ્થ ટુ હાઇજીન

• શ્રી વિકાસ શર્મા, ઘેરજી કન્સલ્ટિંગ એન્જીનેઅર્સ પ્રાઇવેટ લિમિટેડ

બધાજ તજજ્ઞોને ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે પ્રાપ્ય અનેકવિધ તકો તેમજ વિભિન્ન ઉધોગોમાં તેના ઉપયોગ વિષે ઊંડાણથી ચર્ચા કરી હતી.

તેઓની વિસ્તૃત ચર્ચાના ખાસ મુદ્દા નીચે મુજબ હતા.

• હેલ્થકેર, કૃષિઉદ્યોગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપથી વધી રહેલ ટેક્નિકલ ટેક્સટાઈલની માંગ.

• આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉત્પાદન શક્ય કરવા બાબતે ઇનોવેશન તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટની તાતી જરૂરિયાત

• ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સરકારશ્રીની નીતિ તેમજ ઉત્કૃષ્ટ વિકાસ પ્રાપ્ત કરવા વિવિધ જોડાણ (કોલેબોરેશન) ની જરૂરિયાત.

મુખ્ય વક્તાઓ:

કોક્લેવ દરમિયાન ટેક્સટાઇલ ઉધોગના અનુભવી તજજ્ઞોએ ખુબ જ પ્રોત્સાહિત કરતાં વક્તવ્ય આપ્યા હતા. ઉપસ્થિત વક્તાઓ નિમ્નલિખિત હતા.

1. ડો. સુંદરરામન કે. એસ. મેનેજીંગ ડાયરેક્ટર, શિવ ટેક્સ યાર્ન લિમિટેડ. તેઓએ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જરૂરી વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિ તેમજ જરૂરી ઇનોવેશન વિશે વાત કરી હતી.

2. શ્રી યોગેશ કાંતિલાલ કુસુમગર, સ્થાપક, કુસુમગર પ્રાઇવેટ લિમિટેડ. તેઓએ વિવિધ ઉપયોગો માટે ઉચ્ચ કોટિની સામગ્રી બનાવવા માટે ટેક્નિકલ ટેક્સટાઇલ ની ભૂમિકા વિશે વાત કરી હતી.

3. શ્રી નીરવ મહેતા, પાર્ટનર, દીમા પ્રોડક્ટ્સ. તેઓએ વિવિધ ઉત્પાદનો ના વિકાસ માટે તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે ટેકનિકલ ટેક્સટાઈલ ના મહત્વ વિશે વાત કરી હતી.

કોટન ક્રોપ યીલ્ડ મિશન

આ સમયે આયોજિત ખાસ સત્રમાં કોટન ઉત્પાદન ની વર્તમાન સ્થિતિ તેમજ ભવિષ્યની શક્યતાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી જેના કેન્દ્રસ્થાને વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓ તેમજ મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવા અત્યાધુનિક કૃષિ પદ્ધતિઓ અંગેની ચર્ચા રહ્યા હતા. આ સમગ્ર સેશન માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2025 માં જાહેર કરવામાં આવેલ “કપાસ ઉત્પાદકતા મિશન” સાથે ખાસ સુસંગત બની રહ્યું હતું. પ્રસ્તુત પંચવર્ષીય મિશન આપણા દેશના કપાસ ઉત્પાદનને વર્તમાન પ્રતિ હેકટર 461 કિલોગ્રામ થી વધારી વૈશ્વિક પ્રતિ હેકટર ઉત્પાદન 850 કિલોગ્રામ તરફ લઇ જવાનું છે તેમજ તે બાબત પર પણ કેન્દ્રિત છે કે આપણા દેશમાં જ આપણે “એક્સટ્રા લોન્ગ” કપાસ ની વિવિધ જાતિ નું ઉત્પાદન કરીએ.

વિવિધ કૃષિકારોનું બહુમાન

આ પ્રસંગે કપાસ ઉત્પાદન ક્ષેત્રે જેઓનું ખુબ જ નોંધનીય પ્રદાન રહેલું છે તેવા કૃષિકારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદન કરતાં પણ વિશેષ ઉત્પાદન માટે તેઓની પ્રસંશા કરવામાં આવી હતી.

આ સન્માનનીય કૃષિકારો હતા:

• શ્રી દમરેલા રામરેડી

• શ્રી સંજય ઓટાડે

• શ્રી જગદીશ ગોયાણી

• શ્રી રાજેશ કરવસરા

વિવિધ મહિલા ઉત્પાદકોનું બહુમાન

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભમાં વિવિધ મહિલા ઉદ્યોગકારોનું તેઓના ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે નોંધનીય પ્રદાન માટે બહુમાન કરવામાં આવ્યું હતું.

1. સુશ્રી જ્યોતિકા નગરી, ડિરેક્ટર, અંબિકા પોલિમર પ્રા. લિ.

2. સુશ્રી નૂપુર સોલંકી, સી.ઈ.ઓ ઓમ ઇન્ડસ્ટ્રીઅલ ફેબ્રિક્સ

સ્ટાર્ટઅપ પ્રસ્તુતિ

ટેક્સટાઇલ કોક્લેવ થકી નીચેના વિવિધ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ એકમોને પણ તેઓના આમૂલ પરિવર્તન લાવતી વિવિધ પદ્ધતિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

1. આશ્રય આર્કિટેક્ચર સોલ્યુશન – આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર શ્રી સંજય

બાંભણીયાએ ટેક્નિકલ ટેક્સટાઇલ ના ઉપયોગ થકી વિવિધ આર્કિટેક્ચરલ વિકલ્પો પ્રસ્તુત કર્યા હતા.

2. ઓરગ્રો ફાઈબર એલ.એલ.પી : આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર શ્રી ગૌરવ

પરમારે ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે ઓર્ગેનિક ફાઈબર ના ઉપયોગ અંગે

પ્રસ્તુતિ કરી હતી.

3. બ્રેઇડ્સ ઇન્ડિયાઃ આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર શ્રી નીલ પટેલે વિવિધ ઉદ્યોગોમાં બ્રેઇડેડ ટેક્સટાઈલના ઇનોવેટિવ ઉપયોગો વિશે વાત કરી હતી.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ જિનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ તેમજ મશીનરી વગેરેના સમગ્ર દેશમાંથી આવેલ વિવિધ સહભાગીઓએ આ કોક્લેવમાં સક્રિય ભાગ લીધો હતો.

GCCI ના ખાસ આગામી કાર્યક્રમો:

1. GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE 2025): આ એક્સ્પો

તારીખ એપ્રિલ 10 થી 12, 2025 સુધી વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી, અમદાવાદ ખાતે આયોજિત થઇ રહેલ છે જેમાં વિવિધ ઔધોગિક ઈનોવેશન તેમજ વ્યાપાર ઉદ્યોગ વિકાસ માટે વિવિધ જોડાણો અંગે તકો કેન્દ્ર સ્થાને હશે.

2. ફાર્મ ટુ ફેશન 2025: આગામી ફાર્મ ટુ ફેશન 2025 K & D

કોમ્યુનિકેશન લિમિટેડ ના સહયોગ થી આયોજિત થઇ રહેલ છે. આ કાર્યક્રમના આયોજનમાં GCCI ના મુખ્ય સહયોગી મસ્કતી કાપડ માર્કેટ મહાજન એસોસિએશન અને અન્ય પ્રતિષ્ઠિત સહયોગી સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે. આ કાર્યક્રમનું આયોજન આગામી 11 થી 14 મે, 2025 ના રોજ હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર, ગાંધીનગર ખાતે થઇ રહેલ છે. આ એક્સપોમાં કપાસ ક્ષેત્રે ઉત્પાદન થી ફેશન સુધીના બધાજ તબક્કાઓ આવરી લેવામાં આવશે તેમજ સસ્ટેનેબિલિટી અને ટેક્નોલોજી પર ખાસ ભાર મુકવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *