સાબરકાંઠા
ગેરકાયદેસર ભારતીયોને હાંકી કાઢવાના અમેરિકાના મોટા એક્શન બાદ પણ કેટલાક લોકો સમજતા નથી. આવામાં વધુ એક ગુજરાતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવારના મોભીએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો છે. જેને કારણે તેની પત્ની અને પુત્ર રસ્તામાં રઝળી પડ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંતિજના મોયદ ગામના યુવકનું ગેરકાયદેસર રીતે અમેરિકા જવા દરમિયાન મોત નિપજ્યું છે. આ પરિવારે નિકારગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરાઈ હતી. દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારગુઆમાં દાખલ કરાયો હતો. પરંતું ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ યુવક કોમામાં સરી પડ્યો હતો. યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો છે. ત્યારે આ સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું. હાલ પત્ની અને સગીર પુત્ર હવે નિકારગુઆમાં અટવાયા હોવાની જાણકારી મળી છે. યુવકના અમેરિકા જવા માટે સ્થાનિક વિસ્તારથી ગુમ થવાને લઈ તપાસની શક્યતા દેખાઈ રહી છે. યુવક ગુમ થયા બાદ મોતનું કારણ જાણવા માટે તપાસ થઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો એકઠી કરાઈ શકે છે.
અમેરિકા જવા વૃદ્ધ માતાને એકલી મુકી અને ગામની જમીન વેચી આંખોમાં સોનેરી સપના શઈને નિકળેલા થુવકનું મોત થતા ગામના લોકો ગમગીન બની ગયા હતા. બીજી તરફ પુવકની પત્ની અને પુત્ર પણ અથવચ્ચે અટવાયા હતા. આ દરમિયાન નિકારાગુઆમાં મૃત્યુના ચાર દિવસ બાદ યુવકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મોષડ ગામમાં ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડીયામાં મૃતકનું બેસણું પણ રાખવામાં આવ્યાની વિગતો મળી છે. મૃત યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા બાદ તેઓનો સંપર્ક પણ નથી શક્યો બીજી તરફ એજન્ટો આ બંનેને પરત મોકલશે કે નહી તે પણ મોટો પશ્ન છે? સમગ્ર મામલે ગામમાં ગમગીની સાથે મૃતકની પત્ની અને પુત્રની પરિવારજનોને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ હવે પત્ની-પુત્રનું શું થશે. બંને આગળ અમેરિકા વધશે કે પછી રિટર્ન થશે.