ગોંડલ
ગોંડલથી ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવકનો મૃતદેહ મળ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો છે. 4 તારીખે હિટ એન્ડ રનમાં યુવકનું મૃત્યુ થયાનું કુવાડવા પોલીસ મથકમાં નોંધણી થઈ છે. અત્રે જણાવીએ કે, ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યાનો પિતાનો આક્ષેપ હતો, ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો. બબાલ પછીથી યુવક ગુમ હતો. પોલીસે ગુમ યુવકની ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા ગુમ થયાના 7 દિવસ પછી રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યો છે. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. પોલીસ પાસે પિતા દીકરાને શોધી લાવવા માટે કરગરતા રહ્યા અને હવે યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાના પ્રયાસનો આક્ષેપ પણ કરાયો છે. જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.
