ઈસ્તાંબુલ
રખડતા કૂતરાઓનો આતંક ફક્ત ભારતમાં જ નથી પરંતુ વિશ્વના ઘણાં દેશોમાં છે. જેમાં તુર્કીનો પણ સમાવેશ થાય છે. દેશના ગૃહમંત્રીએ 2 વર્ષના બાળકના લાગુ કરવા ફરમાન આપ્યું છે. મંત્રીની આ જાહેરાત બાદ ત્યાં પણ રાજકારણ ગરમાયું છે. મૃત્યુ બાદ રખડતા કૂતરાઓને મારવા માટે એક વિવાદાસ્પદ કાયદો આકરીરીતે પ્રાણી કલ્યાણ સંગઠનો દ્વારા ‘કત્લેઆમ’ તરીકે ઓળખાતો આ કાયદો ગયા ઉનાળામાં તુર્કીની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા તેનો ફક્ત આંશિક રીતે અમલ કરવામાં આવ્યો છે.
ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું. ‘કાં તો તેઓ આ કામ કરશે અથવા હું કાયદા દ્વારા મને આપવામાં આવેલા સંપૂર્ણ અધિકારનો ઉપયોગ કરીશ.’ મધ્ય તુર્કીના કોન્યામાં એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં રખડતા કૂતરાઓના ટોળાએ 2 વર્ષની બાળકી રાણા એલ સેલ્સી પર હુમલો મોત થયું હતું. આ દુઃખદ મૃત્યુની ઘટના બાદ દેશભરમાં રખડતા આશરે 40 લાખ રખડતા કૂતરાઓ મામલે વિરોધ શરૂ થયો છે. સેલ્સીના મૃત્યુ પછી ઘટનાની ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી છે.
કોન્યામાં મ્યુનિસિપલ કર્મચારીઓએ કૂતરાઓને પકડવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે સરકાર ‘કાયદાના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે મજબૂત પગલાં લઈ રહી છે.’ જોકે, પ્રાણી પ્રેમીઓને ડર છે કે આ કાયદાથી કૂતરાઓને મારી નાખવામાં આવશે અથવા ઉપેક્ષિત, ભીડભાડવાળા આશ્રયસ્થાનોમાં ફેંકી દેવામાં આવશે.