ગાંધીનગર
ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. ‘મન ફાવે ત્યાં ફરો’ નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ ઉનાળુ વેકેશનમાં લોકોને ઓછા ખર્ચે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, મુસાફરો ચાર દિવસ અને સાત દિવસ માટે રૂ. 425થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઈપણ એસટી બસ સ્ટેન્ડથી મુસાફરી કરી શકશે. આ યોજના ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી થશે. એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસટી દ્વારા મન ફાવે ત્યાં ફરો યોજનાના પાસની સેવા ઉપલબ્ધ છે. જેમાં ગુજરાત ભરમાં અંબાજીથી લઇને ઉમરગામ અને દ્વારકાથી લઇને કચ્છ-ભુજ સુધીમાં એસટી બસની જે મુસાફરીમાં મન ફાવે ત્યાં ફરો પાસમાં ચાર દિવસથી સાત દિવસ સુધીની છે. જેમાં 425થી 1450માં લોકલ, એક્સપ્રેસ, નોન એસી અને એસી બસની સુવિધા ઉપલબ્ધ છે. આ પાસ લઇને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઇપણ પ્રકારની અગવડતાં નથી. આ યોજનાનો મહત્તમ લાભ વિકેન્ડ અને આવનાર ઉનાળું વેકેશન દરમિયાન લઇ શકે છે.