GJ-18 ખાતે ACBએ છટકું ગોઠવી RTOના લાંચિયા અધિકારીને ઝડપ્યા

Spread the love

 

G'nagar RTO earns Rs 1.28 cr from auction of vehicle nos

 

ગાંધીનગર

ગાંધીનગરમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે. RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે. ACBને ગાંધીનગરની RTO કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની મળેલ અનેક ફરિયાદ બાદ છટકું ગોઠવ્યું. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોની ફરિયાદ છે કે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે તેમની પાસેથી રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવે છે. અને એટલે જ આજે ACB અરજદારોની ફરિયાદને પગલે લાંચિયા અધિકારીઓની હકીકત જાણવા પ્રયાસ કર્યો.

ACBએ લાંચિયા અધિકારીને પકડવા છટકાનું આયોજન હાથ ધર્યું હતું. તેમણે RTO કચેરીમાં પોતાના માણસ મોકલ્યો. કે જેને કોમર્સિયલ વાહન માટે ટેક્સ ભરવાનો હતો. RTO કચેરી ખાતે ACBના ડિકોય (એટલે કે તેમણે મોકલેલ માણસ) ઓનલાઈન કામગીરી માટે જ્યારે અધિકારી (અધિકારી નંબર-1) પાસે ગયો ત્યારે આ અધિકારીએ બીજા અધિકારીને મળવા કહ્યું. જેના બાદ એસીબીનો માણસ બીજા અધિકારીને મળ્યો. તો આ અધિકારીએ કરેક્શન ફોર્મ માં સહી કરી તેને ફરી પહેલા અધિકારી (અધિકારી નં.1) પાસે મોકલ્યો. જેના બાદ પહેલા અધિકારી (અધિકારી નં.1)એ પણ કરેકશન ફોર્મમાં સહી કરી. જેના બાદ બંને અધિકારીએ આ કામગીરી માટે અરજદાર પાસેથી 1000 રૂપિયાની માંગણી કરી. બંને અધિકારીઓની માંગણી સ્વકારી અરજદારે તેમને 1000 રૂપિયા આપતો હતો ત્યારે એસીબીએ રેડ પાડી બંને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા ACBએ ગાંધીનગરની RTO કચેરી ખાતે સ્થળ પર જ લાંચિયા અધિકારીને ઝડપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *