મ્યાનમાર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિપોર્ટઅનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, બંને દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે બંન્ને દેશને કેટલું નુકસાન થયું છે. તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. ભૂકંપના ઝટકાને કારણે બેંગકોક અને મ્યાનમારના શહેરોમાં મોટી મોટી ઈમારતો હોડીની જેમ હલવા લાગી છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો ચીસો પાડતા રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ભૂકંપના કારણે બેંગકોકમાં એક ગગનચુંબી ઈમારત તૂટી પડવાના સમાચાર છે.
રિપોર્ટ અનુસાર જે ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે ભૂકંપમાં ધરાશાયી થઈ છે. ભૂકંપ બાદ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભૂકંપ બાદ ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપના કારણે થાઈલેન્ડ અને મ્યાનમારના પૂલમાંથી પાણી વહેવા લાગ્યું , એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ભૂકંપ પછી ઈમારતોમાં એલાર્મ વાગતા લોકો ગભરાય ગયા હતા. લોકોને જાનહાનિ ટાળવા માટે રસ્તાઓ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.6 દિવ્સ બાદ થાઈલેન્ડમાં બિમ્સટેકનું આયોજન થવાનું છે. આ માટે BIMSTEC સભ્યો થાઈલેન્ડ જશે. 3 થી 6 એપ્રિલ દરમિયાન થનારા આ આયોજનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.