મ્યાનમાર બાદ હવે ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયો છે. સવારે ૫:૧૬ વાગ્યે દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ભૂકંપની તીવ્રતા ૪.૭ હતી અને તેની ઊંડાઈ ૧૮૦ કિલોમીટર હતી. આ સાથે, ભૂકંપ વિજ્ઞાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં આફટરશોક્સ પણ અનુભવાઈ શકે છે. સવારે ૫ વાગ્યે આવેલા જોરદાર ભૂકંપના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. માર્ચ મહિનામાં ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં આવેલો આ ત્રીજો ભૂકંપ હતો. ૨૯ માર્ચના ૮ દિવસ પહેલા એટલે કે ૨૧ માર્ચે પણ ધરતી ધ્રુજી ઉઠી હતી. ૪.૯ ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, તેનું કેન્દ્ર પૃથ્વીથી ૧૬૦ કિલોમીટર નીચે હતું. આ પહેલા પણ ૧૩ માર્ચે ધરતી ધ્રુજી ઉઠી હતી, જ્યારે ૪ ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકાથી લોકો ગભરાય ગયા અને બહાર દોડી આવ્યા. તાજેતરમાં જ મ્યાનમારમાં પણ ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. ૨૮ માર્ચે દેશમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૭.૭ નોંધાઈ હતી. ૭.૭ ની તીવ્રતા ખૂબ ઊંચી છે. આ ભૂકંપના કારણે એટલી બધી તબાહી મચી ગઈ કે અત્યાર સુધીમાં દેશમાં ૧૪૪ લોકોના મોત અને ૭૦૦ ઘાયલ થયાના અહેવાલ છે. ઉપરાંત, ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ પછી, લગભગ ૧૧ મિનિટ પછી, ૬.૪ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો.