મ્યાનમારમાં વધુ ૧૪ આંચકા અનુભવાયા

Spread the love

 

 

૭.૭ની તીવ્રતાના ભૂકંપે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો. મ્યાનમારમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને ૭૦૪ થયો છે અને ઘાયલોની સંખ્યા ૧,૬૭૦ થઈ ગઈ છે. યુએસ ભૂસ્તરશાષણીય સર્વેક્ષણે કહ્યું છે કે મૃત્યુઆંક ૧૦,૦૦૦ સુધી પહોંચી શકે છે. સતત ભૂકંપના આંચકા હજુ પણ અનુભવાઈ રહ્યા છે, જેનાથી લોકો ડરી રહ્યા છે. શુક્રવારે રાત્રે ૧૧:૫૬ વાગ્યે મ્યાનમારમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧:૫૬ વાગ્યે મ્યાનમારમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી. તે ૧૦ કિમીની ઊંડાઈએ આવ્યું હતું. ભૂકંપથી થયેલા વિનાશનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 30 માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં ૪૩ કામદારો ફસાયા છે. ભૂકંપ બાદ બેંગકોકમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. મ્યાનમારને મદદ કરવા માટે ભારતે C-૧3OJ વિમાન દ્વારા લગભગ ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલી છે. મ્યાનમાર લશ્કરી શાસન હેઠળ હોવા છતાં, ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા મદદ કરશે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૭૦૪ લોકોના મોત થયા છે અને મળત્યુઆંક વધવાની આશંકા છે. ચીને કહ્યું છે કે મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે કોઈ ચીની નાગરિકનું મોત થયું નથી. ચીનના વિદેશ મંત્રાલયે શનિવારે આ વાતની પુષ્ટિ કરી રાજ્ય મીડિયાએ જાહેરાત કરી કે શોધ અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે ચીની ટીમ મ્યાનમાર પહોંચી છે. ભૂકંપના આંચકા ચીનના યુનાન અને ગુઆંગશી પ્રાંત સુધી અનુભવાયા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે વેબસાઇટ અનુસાર, શુક્રવારના ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ પછી મ્યાનમારમાં ઓછામાં ઓછા ૧૪ ભૂકંપ આવ્યા છે. મોટા ભૂકંપના કેટલાક કલાકો પછી મોટાભાગના આફ્ટરશોક્સ આવ્યા હતા. તેમની તીવ્રતા ૩ થી ૫ ની વચ્ચે હતી. સૌથી શક્તિશાળી ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ હતો જે મોટા ભૂકંપના લગભગ ૧૦ મિનિટ પછી આવ્યો હતો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ મ્યાનમાર અને થાઇલેન્ડને મદદની ઓફર કરી છે. ભૂકંપ બાદ તેમણે દક્ષિણપૂર્વ એશિયાઈ પડોશીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જેમાં ૧૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ માટે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના બંને દેશોના લોકો સાથે છે. ઇન્ડોનેશિયા અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ પ્રયાસો માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા તૈયાર છે. બેંગકોકમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. બેંગકોકના ડેપ્યુટી ગવર્નર તાવિદા કામોલવેજે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યે આ વાતની પુષ્ટિ કરી. ૧૬ લોકો ઘાયલ થયા છે. દિન ડાએંગ, બાંગ સુ અને ચતુચક જિલ્લામાં ત્રણ બાંધકામ સ્થળોએથી ૧૦૧ લોકો ગુમ છે. જ્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપને કારણે વિનાશનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતનો બીજો પાડોશી દેશ ભૂકંપથી હચમચી ગયો છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી છે. સાંજે ૪:૫૧ વાગ્યે, ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અડધા કલાકમાં, બીજો ભૂકંપ આવ્યો. ૫.૧૬ વાગ્યે ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
ભારતથી મ્યાનમારમાં લગભગ ૧૫ ટન રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના C130J વિમાને હિંડન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં મોકલવામાં આવી રહેલી 15 ટન રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વોટર પ્યૂરિફાયર, સૌર લેમ્પ, જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. મ્યાનમારના જુન્ટાના વડા મીન આંગ ફ્લેઇંગે સરકારી ટીવી પર ભાષણ આપતાં પુષ્ટિ કરી હતી કે, દેશમાં ભૂકંપને કારણે ૧૪૪ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ૭૩૨ ઘાયલ થયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સહાયની માંગણી કરીને કટોકટીની પણ જાહેરાત કરી. ભૂકંપના કારણે બેંગકોકમાં મોટી તબાહી જોવા મળી હતી. સરકારી કચેરી માટે બનાવવામાં આવી રહેલી 30 માળની ઇમારત થોડીક જ સેકન્ડોમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ. પોલીસ અને તબીબી ટીમોનું કહેવું છે કે તેમાં ૪૩ કામદારો ફસાયેલા છે. ઈમારત ધરાશાયી થતાં જ બધે ધૂળ ફેલાઈ ગઈ. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ શુક્રવારે એક ભયાનક અંદાજ જાહેર કર્યો. ૧૯૦૯ અનુસાર, મ્યાનમારમાં ૭.૭ ની તીવ્રતાના ભૂકંપમાં મળત્યુઆંક ૧૦,૦00 થી વધુ હોઈ શકે છે. સીએનએનના અહેવાલ મુજબ, યુએસજીએસે ભૂકંપથી થયેલા અંદાજિત મળત્યુ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી મોટી સંખ્યામાં જાનહાનિ અને વ્યાપક નુકસાન દર્શાવે છે. દેશની લશ્કરી સરકારે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૫૦ લોકોના મોતની જાણ કરી છે, પરંતુ કાટમાળ સાફ થયા પછી વધુ મળતદેહો મળી આવે તેવી અપેક્ષા છે.
મ્યાનમારમાં આવેલા ભૂકંપની અસર મ્યાનમાર સાથે થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ-પશ્ચિમ ચીન સહિત 5 દેશોમાં જોવા મળી હતી. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પીટીઆઈ ન્યૂઝ એજન્સી અનુસાર, ભારતના કોલકાતા, ઇમ્ફાલ, મેઘાલય અને પૂર્વ કાર્ગો હિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઢાકા, ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં 7.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બાર મિનિટ પછી, મ્યાનમારમાં 6.4 ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો. મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ભારતે મદદ મોકલી છે. 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો ત્યાં પહોંચી ગયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વાતની પુષ્ટિ કરી છે. જયસ્વાલે કહ્યું કે તેને ‘ઓપરેશન બ્રહ્મા’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે મ્યાનમારના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાયનો પહેલો જથ્થો મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું C-130 વિમાન ધાબળા, તાડપત્રી, હાઈજીન કીટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને કિચન સેટ લઈ જઈ રહ્યું છે. વિમાનમાં શોધ અને બચાવ ટીમ ઉપરાંત એક તબીબી ટીમ પણ છે. જયશંકરે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને વધુ સહાય મોકલવામાં આવશે.
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપ બાદ નિર્માણાધીન એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. તેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. બેંગકોકના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે નિર્માણાધીન ત્રણ ઇમારતોમાંથી 101 લોકો ગુમ થયા છે. રેડ ક્રોસે જણાવ્યું હતું કે વીજળી ગુલ થવાને કારણે મંડલે, સાગાઇંગ અને દક્ષિણ શાન રાજ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરતી તેમની ટીમોને મુશ્કેલી પડી રહી છે. રેડ ક્રોસે જણાવ્યું હતું કે તેમને મળેલી પ્રારંભિક માહિતી મુજબ, ભૂકંપને કારણે ઘણું નુકસાન થયું છે. હાલમાં, તેઓ માનવતાવાદી સહાય વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. રેડ ક્રોસે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ રાહત અને સહાય માટે $150,000 નું વચન આપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ ખોરાક, પાણી, ધાબળા, તાડપત્રી, હાઈજીન કીટ જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા ભૂકંપગ્રસ્ત મ્યાનમારને સહાય પૂરી પાડશે. ટ્રમ્પે કહ્યું કે મ્યાનમારમાં જે બન્યું તે ભયાનક હતું. અમે પહેલાં જ ત્યાં વાત કરી લીધી છે. જલ્દી જ મદદ પહોંચાડવામાં આવશે. તે જ સમયે, ચીને મ્યાનમારમાં રાહત કાર્ય માટે 37 સભ્યોની ટીમ મોકલી છે. આ ટીમ પાસે ભૂકંપ ચેતવણી આપનાર સિસ્ટમ, ડ્રોન સહિત 112 કટોકટી બચાવ સાધનોના સેટ છે. થાઇલેન્ડમાં બધા એક લાખ ભારતીય પ્રવાસીઓ સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર 66 618819218 જાહેર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત લોકોના સારા થવાની કામના કરી છે અને મદદની ઓફર પણ કરી. મોદી 3 એપ્રિલે થાઇલેન્ડમાં BIMSTEC સંગઠનની બેઠકમાં હાજરી આપશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com