પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા પત્થર પ્રતિમા વિસ્તારમાં 31 માર્ચ 2025ની રાત્રે એક ઘરમાં ગેસ સિલિન્ડરનો ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના પત્થર પ્રતિમામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો છે. ધોળાઘાટ ગામમાં રાત્રે 9 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં એક મહિલા પણ ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ માહિતી આપી. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. સુંદરબન જિલ્લાના એસપી કોટેશ્વર રાવે જણાવ્યું કે ઘરમાં બે ગેસ સિલિન્ડર હતા અને શંકા છે કે અંદર સંગ્રહિત ફટાકડા સળગ્યા પછી આગ ફેલાઈ હતી, જેના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકનું માહોલ છે. અને સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા મૃતકોના પરિવારને મદદરૂપ થવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.