ચીનના પીએચડી વિદ્યાર્થીએ 50 થીવધુ મહિલાઓ પર બળાત્કાર કર્યો

Spread the love

 

લંડનમાં પીએચડી કરી રહેલ ચીની વિદ્યાર્થી બહારથી આકર્ષક અને સભ્ય દેખાતો હતો પરંતુ હવે જે સત્ય બહાર આવી રહ્યું છે તે ચોંકાવનારું છે. આ વિદ્યાર્થી એક સીરીયલ રેપિસ્ટ છે જેણે ઓછામાં ઓછી 50 મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે. આ ચીની પીએચડી વિદ્યાર્થીનું નામ ઝેન્હાઓ ઝોઉ છે, જેના ગુના હવે બહાર આવી રહ્યા છે.

અહેવાલ મુજબ, પહેલા આ સંખ્યા 10 હતી, પછી 23 અને હવે પોલીસને એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે ઝેન્હાઓ ઝોઉ દ્વારા પીડિત મહિલાઓની સંખ્યા 50 થી વધુ હોય શકે છે.

તેમાંથી કેટલીક મહિલાઓ ચીનની છે અને કેટલીક મહિલાઓ લંડનની છે. જેમ જેમ ઝોઉની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ તપાસ એજન્સીઓ પણ વધુને વધુ મૂંઝવણમાં મુકાઈ રહી છે.

ઝોઉની પ્રવૃત્તિઓ ફક્ત લંડન પૂરતી મર્યાદિત ન હતી પરંતુ સમગ્ર ચીનમાં પણ વિસ્તરેલી હતી. ઝોઉનો જન્મ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે તે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે નોર્થ આયર્લેન્ડ ગયો. 2019 માં, તે યુસીએલમાંથી માસ્ટર્સ કરવા માટે લંડન આવ્યો હતો અને અહીંથી તેના કાંડ પ્રકાશમાં આવી રહ્યા છે.

ઝોઉ ડેટિંગ એપ્સ દ્વારા મહિલાઓને ફસાવતો હતો. પહેલા મિત્રો બનાવતો અને પછી તેમને ડેટ પર લઈ જતો. આ સમય દરમિયાન, ઝોઉ મહિલાઓને નશીલા પદાર્થો આપતો અને પછી તેમના પર રેપ કરતો. તપાસ દરમિયાન પોલીસે તેના ઘરમાંથી દારૂ અને માદક દ્રવ્યો જપ્ત કર્યા.

પોલીસ તપાસમાં સૌથી ભયાનક સત્ય બહાર આવ્યું છે. પોલીસે ઝોઉના ઘરમાંથી બેભાન મહિલાઓ પર બળાત્કાર કરતા અનેક વીડિયો પણ જપ્ત કર્યા છે. એક વીડિયોમાં પીડિતા તેને જવા દેવા માટે વિનંતી કરે છે પરંતુ ઝોઉ તેને કહે છે કે મને ધક્કો ન માર, તે નકામું છે, અહીં સાઉન્ડપ્રૂફિંગ ખૂબ સારું છે.

પોલીસનું માનવું છે કે ઝોઉએ 50 થી વધુ મહિલાઓ સાથે ઘૃણાસ્પદ કૃત્યો કર્યા છે. પોલીસે પુરાવા એકત્રિત કરવા માટે 1,600 કલાકથી વધુના વિડિયો ફૂટેજની તપાસ કરી છે. 5 માર્ચ, 2025 ના રોજ, ઝોઉને શરૂઆતમાં 10 મહિલાઓ પર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. હવે ઝોઉને બ્રિટનના સૌથી કુખ્યાત જાતીય અપરાધીઓની યાદીમાં સામેલ કર્યો છે.

મેટ્રોપોલિટન પોલીસ કમાન્ડર કેવિન સાઉથવર્થે જણાવ્યું હતું કે ઝોઉ સામે વધુ આરોપો દાખલ કરી શકાય છે. પોલીસને ઝોઉ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયો મળ્યા, જેમાં તે ઘણી મહિલાઓને ડ્રગ્સ દેવામાં આવતું અને દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો. લંડન પોલીસ હવે ચીનના અધિકારીઓ સાથે મળીને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઝોઉ વિશે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *